/connect-gujarat/media/post_banners/07113e8910e27a57383ca6112f84250beb7acf500665749dca5d1cd31bd2f344.jpg)
અમદાવાદમાં આજથી મનપા સંચાલિત તમામ જાહેર સ્થળો પર વેક્સીન ફરજિયાત કરી દેવામાં આવ્યું છે એટલું જ નહી AMTS-BRTS બસમાં પણ વેક્સિન લેનારને પ્રવેશ મળશે તેવો નિર્દેશ આપી દેવામાં આવ્યો છે.
રાજ્યમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે ત્યારે અમદાવાદ મનપા હસ્તક તમામ જાહેર સ્થળો જેવા કે કાંકરીયા, બાગ બગીચા, લાયબ્રેરી, જીમનેશિયમ સહિત મોટાભાગના જાહેર સ્થળો ઉપર વેક્સીન લેનારને જ એન્ટ્રી આપવામાં આવશે તેવો નિર્દેશ કરાયો છે. સાથે જ AMTS-BRTS બસ સ્ટેશન પર વેક્સીન સર્ટિ જોયા બાદ જ બસમાં પ્રવેશ મળશે તેવી જાહેરાત કરાઈ છે.
શહેરના લાલ દરવાજા જ્યા એએમટીએસનું મુખ્ય બસ સ્ટેન્ડ છે ત્યાં પણ એએમસીના અધિકારીઓ તૈનાત કરવામાં આવ્યા છે. જે બસમાં બેસેલ મુસાફરો પાસે વેક્સિનેશન સર્ટી ચેક કરે છે જો વેક્સીન સર્ટી ના હોઈ તો ત્યાંજ નજીકમાં વેક્સીન સેન્ટર છે ત્યાં મોકલવામાં આવે છે.