અમદાવાદ : સરખેજના શકરી તળાવમાં રમત-રમતમાં બોટ પલ્ટી જતા ૩ યુવકના મોત,એકનો આબાદ બચાવ

અમદાવાદના સરખેજ ગામના શકરી તળાવમાં એક બોટ ઉંધી વળવાની ઘટનામાં ત્રણ યુવકોના ડૂબી જવાથી કરૂણ મોત નિપજતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ.....

New Update
  • શકરી તળાવમાં સર્જાય કરૂણ ઘટના

  • રમત-રમતમાં ત્રણ યુવકોના નિપજ્યા મોત

  • તળાવમાં લીલ કાઢવાની બોટ ઉંધી વળી

  • બોટમાં સવાર ત્રણ યુવકોના ડૂબી જતા મોત

  • ફાયર બ્રિગેડ અને તરવૈયાઓએ કર્યું રેસ્ક્યુ 

અમદાવાદના સરખેજ ગામના શકરી તળાવમાં એક બોટ ઉંધી વળવાની ઘટનામાં ત્રણ યુવકોના ડૂબી જવાથી કરૂણ મોત નિપજતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. તળાવમાંથી લીલ કાઢવાની કામગીરી માટે રખાયેલી બોટમાં બેસીને તળાવમાં રમતરમતમાં જ ત્રણ યુવકો ડૂબી ગયા હતા.

અમદાવાદના સરખેજ વિસ્તારમાં ગાયત્રી નગર બસ સ્ટેન્ડ પાસે મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલીત શકરી તળાવમાં લીલ કાઢવાની બોટ કિનારા ઉપર પડી હતી. સરખેજના ગાયત્રી નગરમાં રહેતા ચાર યુવકો તળાવ પાસે રમતા રમતા બોટમાં બેસી ગયા હતા. જો કે બોટમાં બેસતાની સાથે એક યુવક ડરના કારણે ઉતરી ગયો હતો. જ્યારે અન્ય ત્રણ યુવકો તળાવમાં ગયા હતા. તળાવના પાણીમાં જતાં જ યુવકો રમતે ચડયા હતા અને અચાનક જ બોટ પાણીમાં ઊંધી વળી ગઈ હતી.

બોટ પાણીમાં ઉંધી વળતા યુવકો ડૂબવા લાગ્યા હોવાનું નજરે જોનારાઓએ બુમાબુમ કરતા સ્થાનિક લોકો દોડી આવ્યા હતા. પોલીસ અને ફાયરને જાણ કરતા ફાયરના જવાનો આવ્યા હતા અને તરવૈયાઓએ તળાવમાં જઈને પાણીમાં ડૂબેલા યુવકોને બચાવવા પ્રયાસ કર્યો હતો. પરંતુ તળાવમાં ડૂબતા જ ત્રણેય યુવકના મોત નીપજ્યા હતા.

આ કરુણ ઘટનાના કારણે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતીતો બીજીબાજુપરિવારજનોમાં શોક અને આઘાતની લાગણી પ્રસરી ગઇ હતી.  સરખેજ પોલીસે આ બનાવ અંગે અકસ્માત મોત નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

Latest Stories