/connect-gujarat/media/post_banners/c615f5aa7293838fe96bb167ab74ed96382cd23ec48d71e94c0997e6508944ab.jpg)
પ્રમુખસ્વામી જન્મ શતાબ્દી મહોત્સવમાં નાસ્તા પાણી માટે તૈયાર કરવામાં આવેલ પ્રેમવતી કેફે અહીં આવતા મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. સામાન્ય રીતે બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રેમવતી રેસ્ટોરન્ટથી સૌ કોઈ પરિચિત છે પરંતુ આ પ્રેમવતી કેફેની ખાસિયત એ છે કે આ તમામ 30 પ્રેમવતી કેફે મહિલાઓ દ્વારા સંચાલિત છે.
પ્રમુખ નગરની જ્યારે તમે મુલાકાત લો છો તો તમે સ્વામિનારાયણ ખીચડીનો આનંદ મળવાનો મોકો મળશે કારણ કે અહીંયા પ્રેમવતી પ્રસાદ ગૃહ જોવા મળશે. પ્રમુખ નગરીમાં 30 જેટલી પ્રેમવતી બનાવવામાં આવી છે. નવાઈની વાત એ છે કે આ તમામ પ્રેમવતીનું સંચાલન માત્ર મહિલાઓ દ્વારા કરવામાં આવી રહ્યું છે.3400 જેટલી મહિલાઓ પ્રેમવતીનું સંચાલન કરી રહી છે, એટલે કે રસોડામાં ખીચડી સહિતની વસ્તુઓ બનાવવાથી લઈને તેને આપણા સુધી પહોંચાડવાનું કામ ફક્ત મહિલાઓ દ્વારા કરવામાં આવી રહ્યું છે.
અહીં મળતી ખીચડી સહિતની તમામ વસ્તુઓના ભાવ રાહત દરે રાખવામાં આવ્યા છે, એટલે તમામ મુલાકાતી મન મૂકી પ્રેમવતીનો આનંદ માણી શકે છે. અહીં તમામ વયના લોકો, બાળકો, યુવાનો અને વૃદ્ધ લોકો માટે તેમને પસંદ આવે તેવી વસ્તુઓ મળી રહે છે. અહીં મુલાકાત લેનારા લોકો પણ મન મૂકી મનગમતા પૌષ્ટિક અને શુદ્ધ આહારની મજા પ્રેમવતીમાં માણી શકે છે. સવારે 9:00 વાગ્યાથી રાતના 09:00 વાગ્યા સુધી શરૂ પ્રેમવતીમાં ભોજન મળી રહે છે.