ગૂજરાત વિદ્યાપીઠના 8 ટ્રસ્ટીઓએ રાજીનામાં આપ્યા

ગૂજરાત વિદ્યાપીઠમાં કુલપતિ તરીકે આચાર્ય દેવવ્રતની પસંદગી કરવામાં આવી છે, જેને લઈને વિદ્યાપીઠમાં વિવાદ ચાલી રહ્યો છે

New Update
ગૂજરાત વિદ્યાપીઠના 8 ટ્રસ્ટીઓએ રાજીનામાં આપ્યા

ગૂજરાત વિદ્યાપીઠમાં કુલપતિ તરીકે આચાર્ય દેવવ્રતની પસંદગી કરવામાં આવી છે, જેને લઈને વિદ્યાપીઠમાં વિવાદ ચાલી રહ્યો છે. આજે વિદ્યાપીઠના ટ્રસ્ટીઓ પૈકી 8 ટ્રસ્ટીઓએ રાજીનામાં આપ્યા છે, જોકે હજુ રાજીનામાં સ્વીકારવામાં આવ્યા નથી. અન્ય ટ્રસ્ટીઓ દ્વારા રાજીનામાં આપનાર ટ્રસ્ટીઓ સંવાદ કરશે, જે બાદ નિર્ણય કરવામાં આવશે.

ગૂજરાત વિદ્યાપીઠના ટ્રસ્ટીઓમાંથી સુદર્શન આયંગર, મંદા પરીખ, કપિલ શાહ, માઈકલ મઝગાવકર, ઉત્તમ પરમાર, ચૈતન્ય ભટ્ટ, અનામીક શાહ અને નીતા હારડીકર નામના 8 ટ્રસ્ટીઓએ રાજીનામાં આપ્યા છે..


ગૂજરાત વિદ્યાપીઠના ઇન્ચાર્જ કુલસચિવ નિખિલ ભટ્ટે ખુલાસો કરી જણાવ્યું હતું કે, 8 ટ્રસ્ટીઓના રાજીનામાનો અસ્વીકાર કરવામાં આવ્યો છે. ગૂજરાત વિદ્યાપીઠની મંડળની બેઠક મળી હતી, જેમાં 9 ટ્રસ્ટીઓએ નિવેદન આપીને 8એ રાજીનામાં આપ્યા છે. રાજીનામાં ઉપર ચર્ચા કરીને ના સ્વીકારવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. રાજીનામાં આપનાર 8 ટ્રસ્ટીઓએ સાથે અન્ય 8 ટ્રસ્ટીઓ સંવાદ કરશે.

Latest Stories