અમદાવાદ ખાતે ખેલ મહાકુંભમાં ભરૂચના શૂટરોનો ગૌરવવંતો દેખાવ, એસોસિએશનના પ્રમુખે કર્યું શૂટરોનું સન્માન…

તાજેતરમાં અમદાવાદ ખાતે ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભરૂચના શૂટરો આગવો દેખાવ કરી મેડલ જીત્યા હતા.

New Update
અમદાવાદ ખાતે ખેલ મહાકુંભમાં ભરૂચના શૂટરોનો ગૌરવવંતો દેખાવ, એસોસિએશનના પ્રમુખે કર્યું શૂટરોનું સન્માન…

તાજેતરમાં અમદાવાદ ખાતે ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભરૂચના શૂટરો આગવો દેખાવ કરી મેડલ જીત્યા હતા. જે અંગે એસોસિએશનના પ્રમુખ અરૂણસિંહ રણાએ ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા હતા. તેમજ આગામી યોજાનાર સ્પર્ધાઓમાં પણ ખેલાડીઓ ઉત્તમ દેખાવ કરે તેવી શુભેચ્છા પાઠવી હતી.

ભરૂચ જીલ્લાના ધનવીર હિરેન રાઠોડ-ગોલ્ડમેડલ, અદિતિ રાજેશ્વરી એરામીલી-સિલ્વર મેડલ, એસ.કે.ઋષિયા-સિલ્વર મેડલ, વંદન ગાંધી-સિલ્વર મેડલ તેમજ પ્રથમ ભરૂચના કોચ મિતલ ગોહિલ પાસે અને હાલ પારુલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતાં અને રાજ્યની સ્પોર્ટ્સ એકેડેમીના કોચ પુષ્પાબેન પાસે શૂટિંગની તાલીમ લઈ કરી ખુશી ચુડાસમાએ બ્રોન્ઝ મેડલ મેળવવા સાથે તમામ આ 5 શૂટરોએ સમગ્ર ગુજરાતમાં ભરૂચનું નામ ઉપર લાવી ભરૂચ જિલ્લાને એક અલગ ઓળખ અપાવી છે. તેમ એસોસિએશનના પ્રમુખ અરૂણસિંહ રણાએ જણાવી શૂટરોનું સન્માન કરી ભરૂચ જિલ્લાને સર્વોપરી બનવા માટે અનિભંદન પાઠવ્યા હતા. સેક્રેટરી અજય પંચાલ અને કોચ મિત્તલ ગોહિલની મહેનતથી આજે ભરૂચ જિલ્લાને શૂટીંગ ક્ષેત્રે એક અલગ ઓળખ અપાવી છે.

Latest Stories