અમદાવાદ : પ્લેન ક્રેશમાં પૂર્વ સીએમ વિજય રૂપાણીનું દુઃખદ નિધન બાદ, તેમના અંજલીબેનનું હૈયાફાટ રૂદન

સ્વ.વિજય રૂપાણીના પત્ની અંજલી રૂપાણી અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા હતા.તેઓ અમદાવાદ પહોંચતા જ ચૌધાર આંસુએ રડી પડ્યા હતા.3 જૂનના રોજ  અંજલી રૂપાણી લંડન ગયા હતા. 

New Update
anjaliben rupani

અમદાવાદના મેઘાણીનગરમાં એર ઈન્ડિયાનું પેસેન્જર પ્લેન ક્રેશ થતા 265 લોકોના મોત થયા છે.આ દુર્ઘટનામાં એક માત્ર દીવના મુસાફરનો પ્લેન ક્રેશ દુર્ઘટનામાં બચાવ થયો છે. મુસાફરોમાં 169 ભારતીયો અને 53 બ્રિટિશ મુસાફરો હતા. 1 કેનેડિયન નાગરિક અને 7 પોર્ટુગીઝ નાગરિકો પ્લેનમાં હતા. બપોરે 1:38 કલાકે વિમાને લંડન જવા ઉડાન ભરી હતી. ટેકઓફની ગણતરીની મિનિટોમાં જ AI-171 પ્લેન ક્રેશ થયું હતું.

સ્વ.વિજય રૂપાણીના પત્ની અંજલી રૂપાણી અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા હતા.તેઓ અમદાવાદ પહોંચતા જ ચૌધાર આંસુએ રડી પડ્યા હતા.3 જૂનના રોજ  અંજલી રૂપાણી લંડન ગયા હતા. 

અંજલી રૂપાણી લંડનમાં હતા અને તેમની પાસે વિજય રૂપાણી જઈ રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી. આ સમાચાર મળતા જ  અંજલીબેન લંડનથી ગુજરાત પરત ફર્યા છે. વિજય રૂપાણીના પત્ની  અંજલી રૂપાણી અમદાવાદ એરપોર્ટથી ગાંધીનગર ઘરે આવ્યા ત્યારે ભાવુક દ્રશ્યો સામે આવ્યા હતા. તેઓ ગાંધીનગર સ્થિત ઘરની બહાર આંખોમાં આસું અને ખૂબ જ દુ:ખી દેખાઈ રહ્યા હતા.

Latest Stories