/connect-gujarat/media/post_banners/460d7f51dc73df99c5b2f9b96e730c00c03548dcd4383c150bd189e04121f837.webp)
ગુજરાતના લોકોને ખાલિસ્તાન આતંકી ગુરપતવંતસિંહ પન્નુના અવાજમાં પ્રિ-રેકોર્ડેડ મેસેજ કરીને ધમકી આપવાના કેસમાં ક્રાઇમ બ્રાંચના સાયબર યુનિટને મોટી મળી સફળતા મળી છે. જેમાં મધ્યપ્રદેશના 2 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. સીમબોક્સ ટેકનિકનો ઉપયોગ કરી ધમકી આપતા હોવાનો ખુલાસો થયો છે. લોકેશન ટ્રેસ કરતા ક્રાઈમ બ્રાંચ એમપી, યુપી, બિહાર અને પંજાબમાં તપાસ કરી રહી હતી.
આ દરમિયાન અલગ અલગ ફેક ટ્વીટર હેન્ડલથી પાકિસ્તાનથી ધમકી અપાતી હતી. આ કેસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાંચના સાયબર યુનિટે મધ્યપ્રદેશથી સતના અને રેવાથી આરોપીની ધરપકડ કરાઈ છે. ક્રાઈમ બ્રાન્ચે આ ગર્ભિત ધમકીની સત્તાવાર નોંધ કર્યા બાદ રાજ્યભરની પોલીસને એલર્ટ પર રાખી છે. ચોંકાવનારી વાત એ છે કે, ભારત અને ઓસ્ટ્રેલિયા બંને દેશના પ્રધાનમંત્રી જ્યારે અમદાવાદ સ્ટેડિયમમાં આવ્યા તે પહેલાં જ આવા રેકોર્ડેડ મેસેજ રાજ્યના અનેક લોકોને કરાયા હતા. ક્રાઇમ બ્રાંચની તપાસમાં અમેરિકન બેઝ ખાલિસ્તાની ટેરરીસ્ટ ગુરપતવંતસિંહ પન્નુના અવાજમાં રેકોર્ડ કરેલા મેસેજ છે.
આ આખો મેસેજ અંગ્રેજીમાં છે. આ મેસેજને ટ્રેસ કરીને તપાસ ચાલુ કરી, ત્યારે આ મેસેજ પાકિસ્તાન બેઝ ખાલિસ્તાની ગ્રુપના લોકોનું ષડયંત્ર હોવાનું ખુલ્યુ છે. આ મેસેજને સોશિયલ મીડિયાના માધ્યમથી પણ સ્પ્રેડ કરવામાં આવી રહ્યો છે, ત્યારે ક્રાઇમ બ્રાંચ તપાસ કરતા આ ધમકી ભરેલ મેસેજ પર લાગી રહ્યું છે કે, ખાલીસ્તાની દ્વારા ભય અને ડરનો માહોલ ઉભો કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. પરંતુ ગુજરાત એટીએસ, ક્રાઇમ બ્રાંચ સહિતની એજન્સીઓ દ્વારા જુના સિમીના આરોપી પર વોચ રાખી રહી છે. જોકે, પોલીસ સ્ટેડિયમ અને ક્રિકેટર રોકાયેલ હોટલમાં સુરક્ષા વધારી દીધી છે.