અમદાવાદ: ગરબા ગ્રાઉન્ડમાં પ્રવેશેલા 2 વિધર્મી યુવાનોને હિન્દુ સંગઠનના આગેવાનોએ બહાર કાઢ્યા

અમદાવાદના એસ.પી.રિંગ રોડ પર ગરબા ગ્રાઉન્ડમાં વિધર્મી યુવકો સાથે હિન્દુ સંગઠનોનું ઘર્ષણ થયું હતું જેના પગલે લોકોના ટોળા એકત્રિત થઈ ગયા હતા

New Update

ગુજરાતમાં બે વર્ષ બાદ ફરી નવરાત્રિની રમઝટ જામી છે. પાર્ટી પ્લોટ અને ક્લબમાં લોકો ગરબે રમવા જાય છે. ત્યારે કેટલાક લોકો ગેરકાયદે રીતે ગરબામાં ઘૂસતા હોવાની શંકાના આધારે બજરંગ દળના કાર્યકરો ગઈકાલે રાતે એસપી રિંગ રોડ પાસેના એક ગરબાના આયોજનમાં પહોંચ્યા હતા, જ્યાં બે વિધર્મી યુવક ઘૂસી ગયા હતા. અગાઉ વીએચપી અને બજરંગ દળે ચીમકી ઉચારી હતી કે કોઈ ધાર્મિક સ્થળે વિધર્મી લોકો પ્રવેશશે તો તેની સામે કાર્યવાહી કરશે અને ગઈકાલે પણ એવું જ બન્યું, તેમણે બે યુવકને ગરબામાંથી બહાર કાઢ્યા હતા. બજરંગદળના કાર્યકરોને જોઈને આ યુવકો ભાગવા લાગ્યા હતા. ત્યારે તેમને ફરી આમ ના કરવા સમજાવ્યા હતા. આગામી દિવસોમાં પણ નવરાત્રિ દરમિયાન કોઈ વિધર્મી યુવકો ગરબાના સ્થળે પ્રવેશ કરશે તો બજરંગ દળ દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવશે એવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે

Latest Stories