Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : મોરિશિયસ પોલીસ ફોર્સના 2 અધિકારીઓ PM મોદીની સુરક્ષા વ્યવસ્થા જોઈ થયા અભિભૂત...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકચાહનાના કારણે તેમની સલામતીમાં રહેતા જવાનો માટે PMની સુરક્ષા કરવી એક ચેલેંજિંગ કામ રહેતું હોય છે

X

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકચાહનાના કારણે તેમની સલામતીમાં રહેતા જવાનો માટે PMની સુરક્ષા કરવી એક ચેલેંજિંગ કામ રહેતું હોય છે, ત્યારે PM મોદીની સુરક્ષા વ્યવસ્થાને નિહાળવા તેમજ તાલીમના ભાગરૂપે મોરિશિયસ પોલીસ ફોર્સના 2 પોલીસ અધિકારીઓ અમદાવાદ ખાતે આવી પહોચ્યા હતા.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મતદાનનો આજે બીજો તબક્કો છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ અમદાવાદ શહેરના રાણીપની નિશાન સ્કૂલ ખાતે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે પહોચ્યા હતા. જોકે, PM મોદીની લોકચાહનાના કારણે તેમની સલામતીમાં રહેતા જવાનો માટે પણ PMની સુરક્ષા કરવી એક ચેલેંજિંગ કામ રહેતું હોય છે. પ્રધાનમંત્રીના કાફલામાં સૌથી પહેલા પોલીસ સિક્યોરિટી સ્ટાફની ગાડીઓ સાયરન વગાડતી ચાલે છે, તો વળી તેના પછી એસપીજીની ગાડીઓ અને પછી અન્ય 2 ગાડીઓ પણ ચાલે છે. ત્યારબાદ ડાબી અને જમણી બાજૂ 2 ગાડીઓ રહે છે. જેમાં વચ્ચે ચાલતી વડાપ્રધાનની ગાડીને સુરક્ષા આપે છે. તો વળી તેમની સુરક્ષામાં અલગ અલગ ઘેરાવમાં 1 હજાર જેટલા કમાંડો પણ તૈનાત રહેતા હોય છે. આ સાથે સાર્વજનિક કાર્યક્રમોમાં એસપીજી કમાંડો પીએમને ચારે તરફથી ઘેરાયેલા રહે છે, ત્યારે આ જવાનો PM મોદીની સુરક્ષા કેવી રીતે કરે છે.?, કેવી રીતે તેઓ સતત કાર્ય કરતાં રહે છે.?, સહિતના માપદંડોની તાલીમ લેવા માટે મોરિશિયસ પોલીસ ફોર્સના 2 પોલીસ જવાનો અમદાવાદ ખાતે આવી પહોચ્યા હતા. ભૂરા રંગના ગણવેશમાં તૈનાત મોરિશિયસ પોલીસે પણ PM મોદીની સુરક્ષા વ્યવસ્થા નિહાણી હતી, ત્યારે મોરિશિયસ પોલીસ ફોર્સના પુરુષ અને મહિલા પોલીસ અધિકારીએ PM મોદીની સુરક્ષા વ્યવસ્થા જોઈ અભિભૂત થયા હતા.

Next Story