/connect-gujarat/media/post_banners/ad61ec98ca3f7cef464e1d09699fad8cdffada6158de3a14c46d0ff943915e2b.jpg)
અમદાવાદ શહેરના આંબલી રોડ ખાતે વિસોલ SRPS પ્રાઇવેટ લિમિટેડ દ્વારા સ્ટાર્ટપ ઇનીસીએટીવ હેઠળ વધુ એક મલ્ટી બ્રાન્ડ શોરૂમનો શુભારંભ કરવામાં આવ્યો છે. વિસોલના આ નવા મલ્ટી બ્રાન્ડ શોરૂમમાં ગ્રાહકોને એક જ જગ્યાએથી અલગ અલગ તમામ બ્રાન્ડના ટુ-વ્હીલર્સનું વેચાણ કરવામાં આવશે.
અમદાવાદ શહેરના આંબલી રોડ ખાતે વિસોલ SRPS પ્રાઇવેટ લિમિટેડના શોરૂમ ઓપન કરવામાં આવ્યો છે. સ્ટાર્ટઅપ ઇનિશિએટિવ હેઠળ આ શોરૂમની ઓનરશીપ 2 મહિલાઓ દ્વારા કરવામાં આવી રહી છે. આ બન્ને મહિલા ઉદ્યોગ સાહસિક છે. જેઓ ક્વોલીફાઈડ હોવાની સાથે આ ફિલ્ડની ઊંડી સમજ ધરાવે છે. ભારત સરકાર મહિલા ઉદ્યોગ સાહસિકો માટે ઘણું સારું વિઝન વિસોલ SRPS પ્રાઇવેટ લિમિટેડ દ્વારા અમદાવાદના આંબલી રોડ ખાતે સ્ટાર્ટપ ઇનીશિએટીવ હેઠળ વધુ એક મલ્ટી બ્રાન્ડ શોરૂમનો શુભારંભ કરવામાં આવ્યો છે. આ પ્રસંગે વિસોલ SRPS પ્રાઇવેટ લિમિટેડના ફાઉન્ડર અને ચેરમેન વિશાલ ઠક્કરના જણાવ્યા પ્રમાણે વિસોલના આ નવા મલ્ટી બ્રાન્ડ શોરૂમમાં ગ્રાહકોને એક જ જગ્યાએથી અલગ અલગ તમામ બ્રાન્ડના ટુ-વ્હીલર્સનું વેચાણ કરવામાં આવશે. ત્યારબાદ તે તમામનું આફ્ટર સર્વિસ તથા જો કોઈ ગ્રાહકને પોતાના જૂના વાહનું રિફરબીએસમેન્ટ કરાવવું હોય તો તે પણ ખૂબ જ આકર્ષક કિંમતે કરી આપવામાં આવશે. જે બાદ જે તે વાહનના આયુષ્યમાં 7થી 8 વર્ષનો ઉમેરો થઈ શકશે. ભવિષ્યમાં પણ મહિલા ઉદ્યોગ સાહસિકોને અમારી ફ્રેન્ચાઇઝ આપવા અમે કટિબદ્ધ છીએ. આજના મુખ્ય મહેમાન પણ બંન્ને મહિલા છે, જેઓ પોતાના ક્ષેત્રમાં અગ્રણી છે, અને સારી નામના ધરાવે છે.અમદાવાદ : 2 મહિલાઓએ શરૂ કર્યો VSOL SRPS ટુ-વ્હીલરનો શોરૂમ, એક જ સ્થળેથી મળશે તમામ ટુ-વ્હીલર