Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : 2006માં કાલુપુર રેલ્વેસ્ટેશન બોંબ બ્લાસ્ટ કેસ, બે આરોપી કાશ્મીરથી ઝડપાયાં

ગુજરાતમાં આતંકી ષડયંત્રો સામે રાજ્યની ATSને મોટી સફળતા પંદર વર્ષથી નાસતા ફરતાં બે આરોપીઓની જમ્મૂ કાશ્મીરથી ધરપકડ કરી

X

ગુજરાતમાં આતંકી ષડયંત્રનો સામે રાજ્યની ATSને મોટી સફળતા મળી છે. પંદર વર્ષથી નાસતા ફરતાં બે આરોપીઓની જમ્મૂ કાશ્મીરથી ધરપકડકરવામાં આવી છે. રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયાએ પત્રકાર પરિષદ સંબોધી હતી જેમાં તેમણે આ ઓપરેશનમાં સામેલ પોલીસ જવાનોની પીઠ થાબડી હતી.

રાજ્યના ડીજીપી આશિષ ભાટિયાએ કહ્યું કે ગુજરાત પોલીસને આજે મોટી સફળતા મળી છે જેમા એક આરોપી અમદાવાદમાં બ્લાસ્ટનો આરોપી છે જ્યારે બીજો ગુજરાતમાં ચરસ સપ્લાય કરવાના ગુનામાં સંડોવાયેલો છે. 2006માં ગુજરાતમાં અમદાવાદ શહેરમાં આવેલ કાલુપુર સ્ટેશન પર અડધી રાત્રે દોઢ વાગે બ્લાસ્ટ થયો હતો જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું. આ મામલે તપાસ કરવામાં સામે આવ્યું હતું કે કાશ્મીરથી લશ્કરે તોઇબા મોડ્યુલમાં આતંકવાદીઓએ આ હુમલાને અંજામ આપ્યો છે. આતંકી હુમલા કરનારા નવ આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી હતી જ્યારે છેલ્લા 15 વર્ષથી બિલાલ કાશ્મીરી નામનો આરોપી ફરાર ચાલી રહ્યો હતો. દિપેન ભદ્રન ના નેતૃત્વમાં ગુજરાત પોલીસ જવાનોની એક ટીમ જમ્મુ-કાશ્મીર પહોંચી હતી.

જયાં સ્થાનિક પોલીસની પણ મદદ લેવામાં આવી હતી. પોલીસના સંયુક્ત ઓપરેશનમાં આરોપીની ધરપકડ કરવામાં આવી છે પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે બિલાલ કશ્મીરી નામનો આતંકી 2006માં ભરૂચમાં આવેલ મદરેસામાં ભણતો હતો અને તે બાદ તે લશ્કર એ તોયબા નામક ખૂંખાર આતંકવાદી સંગઠનમાં જોડાઈ ગયો હતો. તપાસમાં સામે આવ્યું હતું કે આ તમામ આતંકવાદીઓને ટ્રેનિંગ લેવા માટે પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાં લઈ જવામાં આવી રહ્યા હતા. આ આખી ઘટનામાં કુલ નવ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી એક અન્ય એક આરોપી બશીર કાશ્મીરી કાશ્મીરમાં એક એન્કાઉન્ટરમાં ઠાર થયો હતો.

Next Story