અમદાવાદ: 2 મહિનામાં 74,372 મતદારો વધ્યા, 2737 જેટલા દિવ્યાંગ મતદારોમાં પણ વધારો

ગુજરાત રાજ્ય ચૂંટણી પંચ દ્વારા આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે. અમદાવાદ આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે

New Update
અમદાવાદ: 2 મહિનામાં 74,372 મતદારો વધ્યા, 2737 જેટલા દિવ્યાંગ મતદારોમાં પણ વધારો

ગુજરાત રાજ્ય ચૂંટણી પંચ દ્વારા આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે. અમદાવાદ આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે જેમાં કુલ 59.93 લાખ મતદારો નોંધાયા છે. માત્ર બે મહિનામાં 74372 જેટલા નવા મતદારો ઉમેરાયા છે. જેમાં 18-19 વર્ષના પ્રથમ વખત મતદાન કરનાર 34823 મતદારો નોંધાયા છે. 2737 જેટલા દિવ્યાંગ મતદારો માં પણ વધારો થયો છે. મતદાર યાદી સુધારણા કાર્યક્રમમાં યુવા મતદારોની નોંધણી વધુ થઈ છે.

અમદાવાદમાં 12 ઓગસ્ટ 2022ની પરિસ્થિતિએ કુલ 59,18,674 જેટલા મતદારો નોંધાયા હતા. જેમાં 30,81,680 પુરુષ મતદારો, 28,36,796 સ્ત્રી મતદારો અને 198 અન્ય મતદારો હતા. મતદાર યાદી સુધારણા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જે બાદ આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી હતી જેમાં કુલ 74372 મતદારો વધ્યા હતા. જેમાં 35591 પુરુષ મતદારો, 38768 સ્ત્રી મતદારો અને 13 અન્ય મતદારો એમ હવે 31,17,271 પુરુષ મતદારો, 28,75,564 સ્ત્રી મતદારો અને 211 અન્ય મતદારો મળી કુલ 59,93,046 મતદારો નોંધાયા છે.સૌપ્રથમવાર પોતાના મતાધિકારનો ઉપયોગ કરનારા 18 અને 19 વર્ષના નવા મતદારો જે નોંધાયા છે તેમાં 21,317 પુરુષ મતદારો, 13481 સ્ત્રી મતદારો અને 5 અન્ય એમ મળી કુલ 34823 જેટલા નવા મતદારોનો ઉમેરો થયો છે. નવી મતદાર યાદીમાં દિવ્યાંગ મતદારો પણ વધારો થયો છે. 27,502 જેટલા દિવ્યાંગ મતદારો હતા જેમાં 2737 જેટલા મતદારોનો વધારો થતા હવે કુલ 30,239 જેટલા મતદારો થયા છે. મતદાર યાદી સુધારણા કાર્યક્રમમાં પ્રથમ વાર મતદાન કરનાર યુવા મતદારોનો વધારો થયો છે.

Latest Stories