/connect-gujarat/media/post_banners/bd7fe6bf4dac8a8b44facaf4831fb699528e10e5beee43973f4935c94779997b.jpg)
અમદાવાદ પોલીસે ડ્રગ્સ વિરોધી ડ્રાઈવમાં છેલ્લા કેટલાક દિવસોમાં અનેક આરોપીઓને ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યા છે, ત્યારે ગત મોડી રાત્રે ક્રાઈમ બ્રાન્ચ પોલીસે જુહાપુર વિસ્તારમાંથી 19 વર્ષીય મોહંમદ સોહેલ મન્સૂરી નામના યુવકને 71.28 ગ્રામ MD ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યો હતો.
પોલીસે આ યુવકને તપાસતા તેના ખિસ્સામાંથી 6 જેટલી નાની થેલીઓમાં અલગ અલગ માત્રામાં રહેલ ડ્રગ્સ હતું. ક્રાઈમ બ્રાન્ચે તાત્કાલિક FSLની ટીમને સ્થળ પર બોલાવીને તપાસ કરી હતી, ત્યારે તમામ થેલીમાં MD ડ્રગ્સ હોવાનું જાણવા મળ્યું હતું. જોકે, આ યુવક પોતાના ખિસ્સામાં ડ્રગ્સ લઈને વેચવા ફરી રહ્યો હોવાનું પણ ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં બહાર આવ્યું હતું.આ ઉપરાંત આરોપી પાસેથી પોલીસને 2 મોબાઈલ ફોન અને રોકડ 29 હજાર રૂપિયા પણ મળ્યા હતા. ક્રાઈમ બ્રાન્ચે આરોપીની વધુ પૂછપરછ કરતા આ ડ્રગ્સનો જથ્થો આરોપી રામોલના આમીન નામના શખ્સ પાસેથી ખરીદીને લાવ્યો હોવાની કબૂલાત આપી હતી. હાલ તો ક્રાઈમ બ્રાન્ચ પોલીસે 19 વર્ષીય યુવકની 7.12 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ કરી આ ડ્રગ્સના વેપલામાં અન્ય કોણ સામેલ છે તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે