Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ: દારૂ પીવા માટે 28 વર્ષનો યુવાન બન્યો ડ્રગ પેડલર,પોલીસે કરી ધરપકડ

દારૂ પીવાના પૈસા કમાવા માટે ડ્રગ્સ પેડલર બનનાર 28 વર્ષીય યુવાનની અમદાવાદ એસઓજી ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

અમદાવાદ: દારૂ પીવા માટે 28 વર્ષનો યુવાન બન્યો ડ્રગ પેડલર,પોલીસે કરી ધરપકડ
X

દારૂ પીવાના પૈસા કમાવા માટે ડ્રગ્સ પેડલર બનનાર 28 વર્ષીય યુવાનની અમદાવાદ એસઓજી ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અમદાવાદ એસઓજીની ટીમે બાતમીના આધારે જાવેદ ઉર્ફે મુનકિયા માજીદ હુસેન અન્સારીને મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી પાડ્યો હતો..

એસોજીએ જાવેદની પૂછપરછ કરતા જાવેદ દારૂ પીવાની ટેવ ધરાવતો હતો અને દારૂ પીવાના પૈસા કમાવા માટે ડ્રગ્સનો ધંધો કરતો હોવાનું જાણવા મળ્યું હતું.એસઓજીની ટીમે તેની પાસેથી ₹4,00,000થી વધુની કિંમતનું ડ્રગ ઝડપી પાડ્યું છે. આરોપી જાવેદ મૂળ રાજસ્થાનના નાગોર બાજરાવાળાનો રહેવાસી છે તે અગાઉ ખેતી કામ કરતો હતો અને ત્યારબાદ કલર કામ કરતો હતો અને દારૂ પીવાની ટેવ ધરાવતો હતો દારૂ પીવાના પૈસા કમાવા માટે તે ડ્રગ્સ પેડલર બની ગયો હતો

Next Story