Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : ભગવાન જગન્નાથની રથયાત્રામાં અખાડાનો એક અલગ જ ઇતિહાસ,પુરજોશમાં મલખમની તૈયારીઓ શરૂ..

દર વર્ષે રથયાત્રામાં હજારો ભક્તોનું ઘોડાપુર અખાડા, ભજન મંડળી અને 100 જેટલા ટ્રકો જોડાય છે,

X

અમદાવાદમાં ભગવાન જગન્નાથની 145 મી રથયાત્રાની સૌ કોઈ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. દર વર્ષે રથયાત્રામાં હજારો ભક્તોનું ઘોડાપુર અખાડા, ભજન મંડળી અને 100 જેટલા ટ્રકો જોડાય છે, ત્યારે રથયાત્રા ની ઘડીઓ ગણાય રહી છે. અખાડામાં કરતબો કરતા પહેલવાનો દ્વારા મલખમ જોરશોરમાં તૈયારીઓ કરવામાં આવી રહી છે.

ઐતિહાસિક પરંપરા મુજબ રથયાત્રામાં અખાડાનું અનેરું મહત્વ હોય છે. ભગવાન જગન્નાથજી જ્યારે નગરચર્યાએ નીકળે ત્યારે આ અખાડા પર પોતાની કરતબ બાજીની ઝાખીનું પ્રદશન કરતા હોય છે, જેમાં તેઓ તલવાર બાજી, મલખમ, લાકડી, બરનદી, આગવાળા ચક્રો, બોડી બિલ્ડીંગ, સ્ટંટ અને વ્યાયામની અનેક કસરતો રથયાત્રાના આખા રૂટ માં કરતા હોય છે. હવે રથયાત્રા નજીક આવતા પહેલવાનો પોતાની પ્રેક્ટિસનો સમય વધારી દીધી છે. આ રથયાત્રામાં તમામ પહેલવાનો ખૂબ જ ઉત્સાહ સાથે જોરશોરથી અખાડાની તૈયારીઓમાં લાગી ગયા છે.રથયાત્રામાં 30 જેટલા અખાડાઓ નીકળતા હોય છે. જેમાં હજારો કરતા પણ વધુ પહેલવાનો ભાગ લેતા હોય છે. 4 વર્ષના બાળકોથી માંડીને 60 વર્ષ સુધીના વૃદ્ધો આ અખાડામાં ભાગ લેતા હોય છે. એ જ રથયાત્રાના અખાડાની આગવી ઓળખ છે. અખાડાનો એક અલગ જ ઇતિહાસ છે. ભગવાન શ્રીકૃષ્ણ અને ભગવાન બલભદ્ર અખાડા કરતા હતા. જેથી ભગવાનને આ અખાડા પ્રિય છે. રથયાત્રાના અખાડાની ઐતિહાસિક પરંપરા જોવા મળી રહે છે. રથયાત્રાના અખાડા માં વ્યાયામ ને લગતી કસરત પર ભાર મૂકવામાં આવે છે.

આ વર્ષે રથયાત્રામાં અનોખો જ માહોલ જોવા મળશે.. કારણ કે અમદાવાદમાં યોજાતી રથયાત્રા સાંસ્કૃતિક ધરોહર સાચવતો ઐતિહાસિક પર્વ છે. જે છેલ્લા 2 વર્ષથી કોરોનાના કારણે યોજાતો ન હતો, પરંતુ આ વર્ષે રથયાત્રા ધામધૂમથી ઉજવવામાં આવશે. જેને લઈને તમામ ભક્તો અને રથયાત્રામાં જોડાતા તમામ લોકોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળ્યો છે. કેમ કે આ વર્ષે રંગેચંગે નગરનો નાથ નગરચર્યાએ નીકળે અને તેમના દર્શનનો લ્હાવો અને સ્વાગતનો લ્હાવો તમામ નગરજનોને મળશે.

Next Story
Share it