અમદાવાદ : શાહીબાગમાં ઓર્ચિડ ગ્રીન ફ્લેટના 7 માળે ફાટી નીકળી ભીષણ આગ, 15 વર્ષીય કિશોરીનું મોત...

અમદાવાદ શહેરના શાહીબાગ વિસ્તારમાં આજે વહેલી સવારે હાઈરાઈઝ બિલ્ડીંગના 7માં માળે અચાનક આગ ફાટી નીકળતા ભારે અફરાતફરી મચી હતી

New Update
અમદાવાદ : શાહીબાગમાં ઓર્ચિડ ગ્રીન ફ્લેટના 7 માળે ફાટી નીકળી ભીષણ આગ, 15 વર્ષીય કિશોરીનું મોત...

અમદાવાદ શહેરના શાહીબાગ વિસ્તારમાં આજે વહેલી સવારે હાઈરાઈઝ બિલ્ડીંગના 7માં માળે અચાનક આગ ફાટી નીકળતા ભારે અફરાતફરી મચી હતી. આ આગની ઘટનામાં એક યુવતીનું મોત થયું છે, જ્યારે 4 લોકો દાજી જતાં તેમને રેસ્ક્યુ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં ગિરધરનગર સર્કલ પાસે ઓર્ચિડ ગ્રીન ફ્લેટના 7 માળે આજે વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. બિલ્ડીંગના 7માં માળે એક પરિવાર ઘરમાં સૂતો હતો, ત્યારે અચાનક ગેલેરીમાં ધુમાડા દેખાયા હતા. જોકે, લોકો કઈ સમજે તે પહેલા આગ ફાટી નીકળી હતી, અને જોતાં જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આ બનાવની જાણકારી ફાયર વિભાગને મળતા 5થી વધુ ફાયર ટેન્ડરો સાથે ફાયર ફાઇટરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ફાયર ફાઇટરો પાણીનો મારો ચલાવ્યો હતો. તો બીજી તરફ, આ આગમાં 4 લોકો ફસાઈ ગયા હતા. જેમને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. પણ ગેલેરીમાં ફસાઈ ગયેલ એક યુવતીનું મોત થયું હતું. લગભગ 2 કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવાયો હતો.

બનાવના પગલે પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. આગ કયા કારણોસર લાગી તે હજી સ્પષ્ટ થયું નથી. પરંતુ ગેસ ગીઝરમાં શૉટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાડવામાં આવ્યું છે. આ સમગ્ર મામલે પોલીસ અને એફએસએલની ટીમ દ્વારા આગળની તપાસ કરવામાં આવી રહી છે.

Latest Stories