Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ: હાઇપ્રોફાઇલ મહિલાઓ સાથે સેક્સ કરવાની લાલચ આપી છેતરપિંડી કરતી ટોળકી ઝડપાય

અમદાવાદ હાઇપ્રોફાઇલ લેડીઝ સાથે સેક્સ કરવાની લાલચ આપી ડમી લેડીઝ સાથે વાતચીત કરાવી હોટલ તથા બીજા ચાર્જ પેટે છેતરપિંડી કરતા કોલ સેન્ટરને સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યું છે.

X

અમદાવાદ હાઇપ્રોફાઇલ લેડીઝ સાથે સેક્સ કરવાની લાલચ આપી ડમી લેડીઝ સાથે વાતચીત કરાવી હોટલ તથા બીજા ચાર્જ પેટે છેતરપિંડી કરતા કોલ સેન્ટરને સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યું છે.

અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાંથી સાયબર ક્રાઈમ દ્વારા કોલિંગ કરીને ચિટિંગનું કૌભાંડ ચલાવતા કોલ સેન્ટરનો પર્દાફાશ કરવામાં આવ્યો છે.બાપુનગર વિસ્તારમાં સાયબર ક્રાઈમે દરોડા પાડી બોગસ કોલ સેન્ટર ઝડપી પાડ્યું છે જેમાં પોલીસે ડમી મહિલા સાથે વાત કરાવી પૈસા પડાવતા આરોપીઓને કોલ સેન્ટરમાંથી ઝડપી લીધા છે.જેમાં એક મહિલા સહિત 7 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.. ઉલ્લેખનીય છે કે, મહિલા સાથે હોટલમાં જવા માટે અલગ અલગ ચાર્જ પેટે આ ભેજાબાજો રૂપિયા પડાવતા હતા પણ આ ઠગબાજ ટોળકીને આખરે પોલીસે ઝડપી કૌભાંડનો પર્દાફાશ કર્યો છે.

હાઈ પ્રોફાઈલ યુવતીઓ સાથે કામલીલાની વાત કરી લલચાવી આ આરોપીઓ નિર્દોષ લોકોને ફસાવતા હતા.બાપુનગરમાં હીરાવાડી ચાર રસ્તા પાસે આવેલ સહજાનંદ એવન્યુ ફ્લેટમાં ચોથા માળે મકાન નં-16માં કમલ વધવાની પોતાના માણસો રાખીને આ કૌભાંડ ચલાવતો હતો.પોલીસે પકડેલી આ ટોળકી શારીરિક વાસનાની લાલચમાં આવીને અલગ અલગ બેંક એકાઉન્ટમાં નાણાં મેળવી લઈને લોકો સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી છે કરે છે અને લાખો રૂપિયા પડાવી લેતા હોય છે

Next Story
Share it