Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ: હોસ્પિટલના કમ્પાઉન્ડરે વધુ કમાણીની લાલચમાં ઓપરેશન કરવા જતાં માતા અને પુત્રીની કરી હત્યા

અમદાવાદ શહેરના ભુલાભાઈ ચાર રસ્તા પાસે આવેલી કર્ણ હોસ્પિટલમાંથી બે મહિલાઓના મૃતદેહ એક પછી એક મળી આવતા સમગ્ર વિસ્તારમાં કુતુહલ સર્જાયું હતું.

X

અમદાવાદના ભૂલાભાઈ ચાર રસ્તા પાસેની કર્ણ હોસ્પિટલમાં એકસાથે બબ્બે હત્યા થઈ હતી, જેમાં માતા અને દીકરીને મોતને ઘાટ ઉતારનાર બીજું કોઈ નહીં પરંતુ હોસ્પિટલમાં કમ્પાઉન્ડર તરીકે નોકરી કરતો મનસુખ નામની વ્યક્તિ હોવાનો ખુલાસો થયો છે.

અમદાવાદ શહેરના ભુલાભાઈ ચાર રસ્તા પાસે આવેલી કર્ણ હોસ્પિટલમાંથી બે મહિલાઓના મૃતદેહ એક પછી એક મળી આવતા સમગ્ર વિસ્તારમાં કુતુહલ સર્જાયું હતું. માતા અને પુત્રીની હત્યા કરનાર આરોપી મનસુખની કાગડાપીઠ પોલીસે ધરપકડ કરી લીધી છે આરોપી મનસુખ કર્ણ હોસ્પિટલમાં કમ્પાઉન્ડર તરીકેની ફરજ બજાવતો હતો પરંતુ હોસ્પિટલના મુખ્ય ડોક્ટરની ગેરહાજરીમાં ઘણા ખરા દર્દીઓની સારવાર પણ કરતો હતો અને મૃતક ભારતીબેન અને ચંપાબેન જેવા લોકોના ઓપરેશન પણ કરી નાખતો હતો અને આ જ ઓપરેશન કરી નાંખવાની ઘેલછાએ કમ્પાઉન્ડર મનસુખને આજે આરોપી બનાવી દીધો છે. કર્ણ હોસ્પિટલમાંથી પહેલા એક 28 થી 30 વર્ષીય યુવતીનો મૃતદેહ કબાટમાંથી મળી આવ્યો હતો અને બાદમાં હોસ્પિટલના પલંગ નીચેથી મહિલાનો પણ મૃતદેહ મળી આવતા પોલીસ પણ હરકતમાં આવી ગઈ હતી અને ઉચ્ચ અધિકારીઓ દોડી આવ્યા હતા આ સમયે હોસ્પિટલની અંદર રહેલા મનસુખ ઉપર શંકા હતી કે સમગ્ર કેસમાં તેની ભૂમિકા હોઈ શકે છે જેથી કાગડપીઠ પોલીસે મનસુખને ડિટેઇન કરી લીધો હતો કાગડાપીઠ પોલીસની કસ્ટડીમાં રહેલા મનસુખે થોડીક જ વારમાં પોલીસ સમક્ષ સમગ્ર હકીકત પોપટની જેમ બોલવાની શરૂઆત કરી દીધી હતી. કાગડાપીઠ પોલીસે આરોપી મનસુખની ધરપકડ કરીને ડબલ મર્ડરની ગુંથી ઉકેલી નાખી છે ત્યારે આરોપીએ પોલીસ સમક્ષ સમગ્ર કેસને લઈને કબુલાત કરતા કહ્યું છે કે ટામાઇનનું ઇન્જેક્શન તેણે ભારતી વાળાને આપ્યું હતું અને તે ઇન્જેક્શન ઓવરડોઝના કારણે ભારતી વાળા જમીન પર પડી ગયા હતા અને મોતને ભેટ્યા હતા બાદમાં વધુ સમય લાગતા ચંપાબેન વાળા ઓપરેશન રૂમમાં આવ્યા હતા અને ત્યાં તેમણે પોતાની દીકરીને મૃત હાલતમાં જોતા બૂમાબૂમ પણ કરી હતી જેથી મનસુખે ચંપાબેનને પણ કેટામાઇનનું ઇન્જેક્શન આપી દીધું હતું. અને આખરે માતા અને દીકરી બંનેની હત્યા મનસુખે કરી નાંખી હતી. ઉલ્લેખનીય છે કે હાલ પોલીસે આરોપી મનસુખની ધરપકડ કરીને પુરાવાઓ એકત્ર કરવાની કવાયત હાથ ધરી છે.

Next Story