રાજયમાં વધી રહેલા કોરોનાના કહેરના પગલે ગુજરાત સરકારે મોટો નિર્ણય લઈ વાયબ્રન્ટ ગુજરાત સમિટ મોકૂફ રાખી છે.આ સાથે જ અમદાવાદમાં યોજાનાર ફ્લાવર શો અને કાઇટ ફ્રેસ્ટિવલ પણ રદ્દ કરી દેવામાં આવ્યો છે
રાજ્યમાં કોરોનાના કહેર વચ્ચે ગુજરાત સરકારે વાઇબ્રન્ટ સમિટ મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે. 10થી 12 જાન્યુઆરી 2022 દરમિયાન યોજાનારી 10મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ હાલપૂરતી મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે.વાઇબ્રન્ટ ગુજરાત ઈન્વેસ્ટર્સ સમિટ યોજવા માટે સરકારે છેલ્લા 2 મહિનાથી તૈયારીઓ શરૂ કરી હતી. આ વાઇબ્રન્ટ સમિટમાં દેશના જાણીતા ઉદ્યોગપતિઓ મુકેશ અંબાણી, ગૌતમ અદાણી, કે.એમ બિરલા, સુનીલ ભારતી મિત્તલ, અશોક હિન્દુજા, એન. ચંદ્રશેખરન, અને હર્ષ ગોએન્કા હાજર રહેવાના હતા. કોરોના સંક્રમણ સાથે નવો વેરિયન્ટ એમિક્રોનના કેસો પણ જોવા મળ્યા છે અને તેના રોગીઓની સારવાર, આઈસોલેશન વગેરે માટે રાજ્યનું સમગ્ર વહીવટીતંત્ર પૂર્ણ તકેદારી રાખી રહ્યું છે. વિશ્વભરમાં આ મહામારીના કેસો ફરી પાછા વધવા લાગ્યા છે અને વિવિધ રાષ્ટ્રોમાં પણ સંક્રમણ વધ્યું છે. કોરોના અને એમિક્રોનના આ વાઇરસનો વ્યાપ રાજ્યમાં વધુ ન ફેલાય એની સંપૂર્ણ તકેદારી રાખીનેને આ મહામારીનું સંક્રમણ વધે નહીં એવા હેતુસર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી. જે બાદ આ સમિટ મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે
વાઇબ્રન્ટ સમિટ મોકૂફ રહેતાં અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર 8 જાન્યુઆરીથી યોજાનારો ફલાવર શો રદ કરવાની મ્યુનિસિપલ કોર્પોરેશન જાહેરાત કરી છે.તો બીજીબાજુ રિવરફ્રન્ટ પર યોજાનાર કાઇટ ફેસ્ટિવલને પણ રદ્દ કરી દેવામાં આવ્યો છે. અમદાવાદ શહેરમાં કોરોના વિસ્ફોટ વચ્ચે 4 જાન્યુઆરીના રોજ સાબરમતી રિવરફ્રન્ટ પર સંત સંમેલન યોજાયું હતું. આ સંત સંમેલનમાં હાજર ભાજપ શહેર પ્રમુખ અમિત શાહ, શહેર મહામંત્રી ભૂષણ ભટ્ટ, ઉપપ્રમુખ દર્શક ઠાકર અને પરેશ લાખાણી સહિતના નેતાઓ કોરોના પોઝિટિવ આવ્યા છે. આ કાર્યક્રમને કારણે અમદાવાદમાં કોરોનાનો બોમ્બ ફૂટી શકે છે આમ એક પછી એક બે મોટી ઇવેન્ટ રદ્દ કરવાની જાહેરાત કરવામાં આવી છે કાંકરિયા કાર્નિવલ જે ડિસેમ્બર મહિનામાં યોજાતો હોય છે તે પહેલેથી રદ્દ કરવામાં આવ્યો હતો