અમદાવાદ : રામનવમી પૂર્વે પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં બેઠક મળી, શોભાયાત્રાની સુરક્ષા સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરાય

અમદાવાદ શહેરમાં રામનવમીના પવિત્ર દિવસે લોકોની સલામતી અને સુરક્ષા માટે પોલીસ દ્વારા સમીક્ષા બેઠક યોજાય હતી. આ બેઠકમાં અમદાવાદ શહેરના તમામ PI હાજર રહ્યા

New Update
  • કાયદો અને વ્યવસ્થાની સ્થિતી જાળવવા પોલીસ સજ્જ

  • રામનવમીને લઈને અગત્યની બેઠકનું આયોજન કરાયું

  • શહેર પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં બેઠક યોજાય

  • શોભાયાત્રાની સુરક્ષા સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરાય

  • શહેરમાં 14 હજાર CCTV લગાડવામાં આવ્યા : પો. કમિશનર 

Advertisment

અમદાવાદ શહેરમાં રામનવમીના પવિત્ર તહેવારને લઈને પોલીસ કમિશનર જી.એસ.મલિકની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં શોભાયાત્રાની સુરક્ષા સહિતના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

અમદાવાદ શહેરમાં રામનવમીના પવિત્ર દિવસે લોકોની સલામતી અને સુરક્ષા માટે પોલીસ દ્વારા સમીક્ષા બેઠક યોજાય હતી. આ બેઠકમાં અમદાવાદ શહેરના તમામ PI હાજર રહ્યા હતા. અમદાવાદ પોલીસ કમિશનરે જણાવ્યુ હતું કેશહેરમાં CCTV લગાવવા પ્રોજેકટની ચર્ચા કરવામાં આવી છે. શહેરમાં 14 હજાર CCTV લગાવવામાં આવ્યા છે.

250 જેટલા CCTVની કામગીરી કન્ટ્રોલમાં શરૂ થઈ છે. વધુમાં રામનવમીની શોભાયાત્રાની સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી હતી. અમદાવાદમાં 23 શોભાયાત્રાને મજુરી મળી છે. સંવેદનશીલ વિસ્તારમાં શોભાયાત્રામાં ક્રાઇમ બ્રાન્ચ સાથે રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કેઅમદાવાદ શહેરમાં છેલ્લા ઘણા સમયથી અસામાજિક તત્વોના આતંકને ડામવા પોલીસે એકશન મોડમાં આવી છે.

જેમાં ગુનેગારોના ગેરકાયદેસર બાંધકામો પર બુલડોઝર ફેરવવામાં આવી રહ્યું છે. આ સાથે જ પોલીસે રીઢા ગુનેગારો સામે પાસા અને તડીપારની પણ કાર્યવાહી કરી છે..

Advertisment
Latest Stories