Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : રાજસ્વી કેમિકલમાંથી સબસીડીયુકત ખાતરનો જથ્થો ઝડપાયો, મેનેજરની ધરપકડ

રાજયમાં એક તરફ ખેડુતો સબસીડીયુકત ખાતર માટે વલખા મારી રહયાં છે તો બીજી તરફ ખેડુતોના હકકનું ખાતર કંપનીઓમાં પગ કરી રહયું છે.

X

રાજયમાં એક તરફ ખેડુતો સબસીડીયુકત ખાતર માટે વલખા મારી રહયાં છે તો બીજી તરફ ખેડુતોના હકકનું ખાતર કંપનીઓમાં પગ કરી રહયું છે. અમદાવાદના દાણીલીમડા પોલીસે આવા જ કૌભાંડનો પર્દાફાશ કર્યો છે.

રાજ્યમાં એક તરફ ખેડૂતોને સમયસર યુરિયા ખાતર નથી મળતું તો બીજી તરફ ખેતીના ઉપયોગ માટેનો યુરિયા ખાતરનો મોટો જથ્થો બારોબાર ઈન્ડસ્ટ્રીયલ વપરાશ માટે ધકેલી દેવાનું કૌભાંડ સામે આવતાં હોય છે. અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં આવેલા પ્રભુદાસ એસ્ટેટમાં આવેલી રાજસ્વી કેમિકલ કંપનીમાંથી ખેતીવાડી માટે વાપરવામાં આવતો સબસીડીયુક્ત યુરિયા ખાતરનો જથ્થો દાણીલીમડા પોલીસે ઝડપી પાડ્યો છે. પોલીસે કંપની મેનેજરની ધરપકડ કરી છે. કંપનીના માલિકે ઇફકો યુરિયા ખાતર સંગ્રહ કરી રાખ્યું હતું. દાણીલીમડા પોલીસે 276 થેલીઓ જપ્ત કરી માલિકને પકડવા તજવીજ હાથ ધરી છે. આ યુરિયા ખાતરનો જથ્થો તેમની કંપનીના માલિક પુષ્પરાજ રાજસ્વીના કહેવાથી વપરાશ માટે સંગ્રહ કરી તેને મૂકી રાખ્યો હોવાની વિગતો બહાર આવી છે.

Next Story