અમદાવાદ : ઓઢવમાં મિલકત પચાવી પાડવા પુત્રએ પત્ની સાથે મળી માતા પર રેડયુ એસિડ

માતા અને પુત્રના સંબંધોને લાંછન લગાડતો કિસ્સો અમદાવાદ પૂર્વના ઓઢવ વિસ્તારમાં બહાર આવ્યો છે.

New Update
અમદાવાદ : ઓઢવમાં મિલકત પચાવી પાડવા પુત્રએ પત્ની સાથે મળી માતા પર રેડયુ એસિડ

માતા અને પુત્રના સંબંધોને લાંછન લગાડતો કિસ્સો અમદાવાદ પૂર્વના ઓઢવ વિસ્તારમાં બહાર આવ્યો છે. મિલકતના ઝગડામાં પુત્રએ તેની પત્ની સાથે મળી 60 વર્ષીય માતા ઉપર એસિડ છાંટી દીધું છે. ઓઢવની મધુરમ સોસાયટીમાં રહેતામુકેશ અને તેની પત્નીએ ભેગા મળીને ૨૫ ડિસેમ્બર એટલે કે ક્રિસમસની મધરાતે પોતાની જ માતા પર એસિડ એટેક કર્યો હતો. બનાવની જાણ થતાં ઓઢવ પોલીસનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો. પોલીસે આરોપી પુત્ર અને તેની પત્નીની ધરપકડ કરી લીધી છે. આરોપીઓની પુછપરછમાં જાણવા મળ્યું કે, મિલકતના ઝગડામાં તેમણે આ કૃત્ય કર્યું છે. હાલ તો વૃધ્ધા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. રૂપિયાની લાલચમાં એક પુત્ર પોતાની પત્ની સાથે મળીને માતા પર હુમલો કરવા તૈયાર થઇ ગયો હતો પણ હવે પતિ -પત્ની જેલના સળિયા ગણી રહયાં છે.