Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : દિલ્હી હાઇકોર્ટના લેટરપેડ પર કેસ બંધ થયાનો ઠગ ટોળકીએ વૃદ્ધને લેટર મોકલ્યો, જુઓ પછી શું થયું..!

અમદાવાદની સાયબર ક્રાઇમ બ્રાંચની ગિરફ્તમાં રહેલ ઠગ તાલીમ તાહિર ખાનની રાજસ્થાનના ભરતપુર જિલ્લાથી ધરપકડ કરવામાં આવી છે.

X

અમદાવાદમાં સોશિયલ મીડિયા પર સુંદર યુવતી સાથેની મિત્રતા એક કંપનીના ડિરેક્ટરને ભારે પડી છે. ડિરેકટરને હનીટ્રેપનો શિકાર બનાવી રૂ. 2.79 કરોડ ખંખેરી લેનાર આરોપીની સાયબર ક્રાઇમે રાજસ્થાનના ભરતપુરથી ધરપકડ કરી લીધી છે.

અમદાવાદની સાયબર ક્રાઇમ બ્રાંચની ગિરફ્તમાં રહેલ ઠગ તાલીમ તાહિર ખાનની રાજસ્થાનના ભરતપુર જિલ્લાથી ધરપકડ કરવામાં આવી છે. આરોપી તાહિર ખાને વૃદ્ધ ડાયરેકટરને સીબીઆઈના અધિકારી તરીકે ઓળખ આપી બ્લેકમેલ કરીને કરોડો રૂપિયા પડાવ્યા છે. જાણીતી કંપનીના ડાયરેક્ટર 68 વર્ષીય વૃદ્ધને થોડાક દિવસો પહેલા અજાણી યુવતીએ મેસેજ કર્યો હતો, અને જે બાદ યુવતીએ વૃદ્ધ ડાયરેક્ટર સાથે મિત્રતા કરી હતી. થોડા દિવસ બાદ વિડીયો કોલમાં યુવતીએ અશ્લીલ વિડિયો બતાવીને વૃદ્ધ ડાયરેકટરના કપડા કઢાવ્યા હતા. જે બાદ વીડિયો કોલ કાપી નાખ્યો હતો. ત્યારબાદ વૃદ્ધ ડાયરેક્ટરને બ્લેકમેલ કરીને ન્યૂડ રેકોર્ડિંગ ક્લિપ સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપી પૈસા પડાવ્યા હતા. જેમાં પહેલા 50 હજાર રૂપિયા પડાવ્યા હતા. જોકે, ત્યારબાદમાં યુવતીએ આત્મહત્યા કરી હોવાથી વૃદ્ધ વિરુદ્ધ ફરિયાદ થઈ હોવાનું કહી અલગ અલગ અધિકારી તરીકેની ઓળખ આપી ભોગ બનનાર વૃદ્ધને ડરાવી ધમકાવીને ટુકડે ટુકડે પોણા ત્રણ કરોડ રૂપિયા પડાવ્યા હતા.

જોકે, અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાંચના હાથે ઝડપાયેલ આરોપી તાલીમ ખાને સીબીઆઈના અધિકારી તરીકે ઓળખ આપીને ભોગબનનાર વૃદ્ધ પાસેથી 1.17 કરોડ રૂપિયા પડાવ્યા હતા. પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે, ભોગ બનનારને 12 જેટલા અજાણ્યા નંબરથી ફોન આવ્યા હતા. જેમાં યુવતીએ આત્મહત્યા પ્રયાસ કર્યો હોવાથી દિલ્હીથી પીઆઇ તરીકે ખોટી ઓળખ આપીને વૃદ્ધને કહ્યું હતું કે, પોલીસમાં ફરિયાદ ન કરવી હોય અને વિડિયો ક્લિપ ડીલીટ કરવાના અને યુવતીને હોસ્પિટલ ખર્ચ, ડોક્ટર ખર્ચ મળી તમામ ખર્ચ નામે 80 લાખ 77 હજાર પડાવ્યા હતા. જે બાદ સીબીઆઈ અધિકારી ખોટી ઓળખ આપી કેસ પતાવવાનું કહી વૃદ્ધ પાસેથી વધુ 48 લાખ રૂપિયા પડાવ્યા હતા. ત્યાર બાદ ભોગ બનનાર વૃદ્ધની ધરપકડ કરવા જયપુરથી 12 પોલીસ આવી રહી હોવાનું કહી ડરાવીને 20 લાખ રૂપિયા પણ પડાવ્યા હતા. આમ કરીને ટુકડે ટુકડે રૂપિયા 2.69 કરોડ પડાવ્યા હતા. કરોડો રૂપિયા ચૂકવી દીધા બાદ કેસ બંધ કરવા ઠગ ટોળકીએ દિલ્હી હાઇકોર્ટ લેટરપેડ પર કેસ બંધની નોટિસ વાળો લેટર હાથથી લખેલ જોઈને વૃદ્ધને શંકા ગઈ હતી, જે બાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે ગુનો નોંધી ભેદ ઉકેલી કાઢ્યો છે.

Next Story