અમદાવાદ:ત્યજી દેવાયેલા બાળકોને બચાવવાનો અનોખો પ્રયાસ,સિવિલ હોસ્પિટલમાં મુકાયું પારણું

અમદાવાદ સિવિલ હોસ્પિટલમા ત્યજી દેવાયેલ બાળકોને બચવવા પારણું મુકવામાં આવ્યું છે.જ્યા માતાપિતા તેમની ઓળખ છતી કર્યા વગર નવજાત બાળકને આ પારણામાં મૂકી શકશે.

અમદાવાદ:ત્યજી દેવાયેલા બાળકોને બચાવવાનો અનોખો પ્રયાસ,સિવિલ હોસ્પિટલમાં મુકાયું પારણું
New Update

અમદાવાદ સિવિલ હોસ્પિટલમા ત્યજી દેવાયેલ બાળકોને બચવવા પારણું મુકવામાં આવ્યું છે.જ્યા માતાપિતા તેમની ઓળખ છતી કર્યા વગર નવજાત બાળકને આ પારણામાં મૂકી શકશે.

અમદાવાદમાં ત્યજી દેવાયેલા બાળકોને બચાવવાનો અનોખો પ્રયાસ હાથ ધરાયો છે. જે અંતર્ગત સિવિલ હોસ્પિટલમાં પારણું રાખવામાં આવ્યું છે. અહી નવજાત શિશુઓને દત્તક લેવામાં આવશે ત્યાં સુધી સુરક્ષિત રાખવામાં આવશે.ગુજરાત બાળ સુરક્ષા વિભાગે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં એક બેડ પણ લગાવ્યો છે. તે નવજાત બાળકોને બચાવવાનો પ્રયાસ છે. જેમના માતા-પિતા તેમને કોઈ કારણસર છોડી દે છે ત્યજી દેવાયેલા નવજાત શિશુઓ ઉપરાંત, આ પહેલ એવા લોકોને મદદ કરવા માટે પણ છે જેમને તેમના નવજાત બાળકને ઉછેરવામાં મુશ્કેલી પડે છે. તેઓ તેમની ઓળખ છતી કર્યા વિના નવજાતને હોસ્પિટલમાં મૂકી શકે છે.

અધિકારીઓ માને છે કે આ પહેલ ભ્રૂણહત્યા ઘટાડવામાં મદદ કરશે અને અન્ય કારણોસર ત્યજી દેવાયેલા બાળકોને બચાવવામાં તે ગેમ ચેન્જર સાબિત થશે.

આ પહેલમાં બચાવેલા નવજાત શિશુઓને દત્તક લેવાની સુવિધા પણ છે. નવજાત શિશુઓની હત્યા રોકવા માટે ગુજરાત બાળ સુરક્ષા વિભાગની આ પહેલની ખૂબ પ્રશંસા થઈ રહી છે.

#Gujarat #CGNews #Ahmedabad #Civil Hospital #unique attempt #cradle #abandoned children
Here are a few more articles:
Read the Next Article