Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : તણાવમુક્ત થવા પોલીસકર્મીઓનો અનોખો પ્રયાસ, પરિવારજનો સાથે બોલાવી ગરબાની રમઝટ..

પોલીસ વિભાગ હંમેશા બંદોબસ્ત અને ડ્યુટીમાં વ્યસ્ત રહેતો હોય છે. સતત કામકાજને લઇ અનેક વખત પોલીસકર્મીઓ તણાવમાં આવતા હોય છે,

X

રાજ્યમાં નાગરિકોની સુરક્ષા અને સલામતી માટે સતત 24 કલાક વ્યસ્ત રહેતા પોલિસ પરિવારોએ રાસ-ગરબા રમીને તણાવમુક્ત થવાનો એક અનોખો પ્રયાસ કર્યો હતો. અમદાવાદના ખોખરા પોલીસ મથકમાં રાસ-ગરબાની રમઝટ બોલાવી હતી. જેમાં પોલીસ અધિકારીઓ સહિત તેમના પરિવારજનો પણ મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા.

અમદાવાદ હોય કે, રાજ્યનો કોઈ પણ જિલ્લો... પોલીસ વિભાગ હંમેશા બંદોબસ્ત અને ડ્યુટીમાં વ્યસ્ત રહેતો હોય છે. સતત કામકાજને લઇ અનેક વખત પોલીસકર્મીઓ તણાવમાં આવતા હોય છે, ત્યારે અમદાવાદના ખોખરા પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસકર્મીઓ માટે રાસ-ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ગરબામાં મહિલા પોલીસ અને સાથી પોલીસકર્મીઓ પણ જોડાયા હતા. પોલીસ અધિકારી વાય.એસ.ગામીતના જણાવ્યા અનુસાર, સતત બંદોબસ્તમાં રહેતા પોલીસકર્મીઓ તણાવમાંથી બહાર આવે તે હેતુસર આયોજન કરવામાં આવ્યું હતું. લો એન્ડ ઓર્ડર પણ જળવાય રહે તે પ્રકારે ગરબાની રમઝટ પહેલા માતાજીની આરતી સાથે આરાધના કરવામાં આવી હતી.

Next Story