Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ: ઓવરબ્રિજ પર નોઈસ બેરીયરનો સૌ પ્રથમ વખત અનોખો પ્રયોગ, લોકોને ઘોંઘાટમાંથી મુક્તિ અપાવવાનો પ્રયાસ

રાજ્યના સૌથી મોટા મહાનગર અને મેટ્રો સિટી અમદાવાદમાં અનેક ફ્લાયઓવર બ્રિજ બનાવવામાં આવ્યા છે અને તે બ્રિજ પરથી દરરોજ લાખો વાહન ચાલક પસાર થાય છે

X

રાજ્યના સૌથી મોટા મહાનગર અને મેટ્રો સિટી અમદાવાદમાં અનેક ફ્લાયઓવર બ્રિજ બનાવવામાં આવ્યા છે અને તે બ્રિજ પરથી દરરોજ લાખો વાહન ચાલક પસાર થાય છે ત્યારે અહી આસપાસની બિલ્ડિંગ અને રેસિડેન્સ વિસ્તારમાં આ વાહનોનો ઘોંઘાટ એટલી હદે વધ્યું છે કે અહીના લોકોને જીવવું મુશ્કેલ બન્યું છે ત્યારે આ લોકોને ઘોંઘાટથી બચાવવા નોઈસ બેરીયર નાખવામાં આવી રહ્યા છે

અમદાવાદ શહેરમાં સતત બાઇક સ્કૂટર અને ફોર વિહલ વધી રહ્યા છે જેના કારણે ટ્રાફિકની સમસ્યા પણ વકરી રહી છે સ્થાનિક તંત્ર અને સરકાર દ્વારા ટ્રાફિકની સમસ્યામાંથી છુટકારો આપવા અનેક નાના મોટા ફ્લાયઓવર બ્રિજ બનાવવામાં આવ્યા છે અને આ બ્રિજ પર પ્રતિદિવસ લાખો વાહનો નીકળે છે અને તેના ઘોંઘાટથી આસપાસમાં રહેતા લોકો અને ઓફિસમાં કામ કરતાં લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે આ બાબતે અનેક વખત રજૂઆત કરવામાં આવી ત્યારે હવે એએમસી અને સરકાર દ્વારા અહી પ્રાયોગિક ધોરણે પકવાન બ્રિજની બને બાજુ નોઈસ બેરીયર નાખવામાં આવી છે.આ નોઈસ બેરીયર 0.7 પોઈન્ટ સુધીના અવાજને અવરોધી શકે છે.આ બેરીયર નાખવાથી આસપાસના લોકોને મુશ્કેલી ઓછી થશે કહેવાય છે કે અમેરિકામાં 20 સદીના મધ્ય ભાગમાં ધ્વનિ પ્રદૂષણને રોકવાનો ઉપયોગ શરૂ કરવામાં આવ્યો હતો ત્યારે અમદાવાદમાં પ્રથમ ફ્લાય ઓવર બ્રિજ પર આ નોઈસ બેરીયર કેટલા સરકાર સાબિત થસે તે આવનાર સમયમાં ખબર પડશે પણ જો પ્રયોગ સફળ થશે તો શહેરના 21 ઓવર બ્રિજ પર પણ નાખવામાં આવશે

Next Story