કેન્દ્ર સરકારે દેશના યુવાનોને રોજગાર આપવા અગ્નિવીર યોજના જાહેર કરી છે ત્યારે અમદાવાદ ખાતે ગુજરાત યુનિવર્સિટીમાં રાજ્યભરમાંથી પરીક્ષા આપવા મોટી સંખ્યામાં યુવાનો પોહચી રહ્યા છે આ યુવાનોને કોઈ અગવડતા ના પડે તે માટે પ્રો લાઈફ ફાઉન્ડેશનના સહકારથી ભારત વિકાસ પરિષદ દ્વારા સેવા કાર્ય કરવામાં આવી રહ્યું છે
કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ અગ્નિવીરની ભરતી માટેની પ્રક્રિયાની શરૂઆત થઈ છે જ્યાં રાજ્યભરના વિવિધ જિલ્લાઓમાંથી પ્રેક્ટીકલ પરીક્ષા માટે ઉમેદવારો અમદાવાદ આવી રહ્યા છે. ડિફેન્સ વિભાગ દ્વારા જિલ્લા કલેકટરના સંકલન સાથે અમદાવાદના ગુજરાત યુનિવર્સિટી સ્પોર્ટ ગ્રાઉન્ડ ખાતે પ્રેક્ટીકલ પરીક્ષા લેવામાં આવી રહી છે ત્યારે ભારત વિકાસ પરિષદ દ્વારા અહી સતત ૪ દિવસથી ચા નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી છે પ્રો લાઈફ ફાઉન્ડેશનના સહયોગથી કાર્યકરો અને ટ્રસ્ટી આ કાર્ય કરી રહ્યા છે.ટ્રસ્ટીઓના કેહવા મુજબ અલગ અલગ જિલ્લામાંથી ૫ હજારની આસપાસ ઉમેદવારો અહી આવી રહ્યા છે તેઓને પ્રતિદિવસ ૧૫૦૦ ડઝન કેળાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.
અગ્નિવીરમાં ભરતી થવા માટે ગુજરાતમાંથી 60,000 જેટલા ઉમેદવારોએ અરજી કરી છે જે પૈકી દરરોજે ૫૦૦૦ જેટલા ઉમેદવારોની પ્રેક્ટીકલ પરીક્ષા લેવામાં આવી રહી છે જેમાં સૌથી પહેલા રાત્રે 12:00 વાગે સોળસો મીટર દોડ, જે બાદ ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને ભરતીની જરૂરિયાત પ્રમાણે અન્ય પ્રેક્ટીકલ લેવામાં આવી રહ્યા છે કે જોકે અહીં ભરતી પ્રક્રિયામાં પહોંચેલા યુવાનોનું કહેવું છે કે તેમના માટે કોઈ વ્યવસ્થા કરવામાં નથી આવી પણ સેવાભાવી સંસ્થા દ્વારા અહી અનેક સેવા કરવામાં આવી રહી છે