/connect-gujarat/media/post_banners/e2641060b4d6ad81ea3915fdb660f1f3136bf6413a6c44b52a9980f990a352e9.jpg)
અમદાવાદ શહેરમાં સોશિયલ મીડિયા પર એક ખોટો મેસેજ વાયરલ થયો હતો તેમાં પેટ્રોલ પંપના કર્મચારીઓ 4 દિવસની હડતાલ પર ઉતરવાની અફવા ફેલાવવામાં આવી જેને લઈને શહેરના લોકોની પેટ્રોલ પંપ પર લાંબી કતારો જોવાં મળી..
અમદાવાદમાં મોડી રાતથી જ તમામ પેટ્રોલ પંપો ઉપર વાહન ચાલકોની લાંબી લાઈનો જોવા મળી હતી. જેનું કારણ છે કે સોશિયલ મીડિયામાં એક મેસેજ છે જે વાયરલ થયો હતો, કે જેની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ચાર દિવસ સુધી અમદાવાદમાં તમામ પેટ્રોલ પંપ છે જે બંધ રહેશે. પેટ્રોલ પંપ હડતાલ પડવાના છે. આ અફવાના કારણે પેટ્રોલ પંપ પર લાંબી લાઈનો લાગી હતી. પરંતુ આ માત્ર એક અફવા હોય એવું પેટ્રોલ પંપ કર્મચારીઓનું કહેવું છે. પરંતુ જનતા 4 દિવસની હડતાળના ડરના કારણે પેટ્રોલ પુરાવવા પહોંચી હતી અને લાંબી લાઈનો લગાડી હતી. પેટ્રોલ પંપ ના માલિકો ભીડ કાબુમાં કરવા માટે આવી પહોંચ્યા હતા.
સોશિયલ મીડિયાનો ઉપયોગ ઘણા લોકો સારી બાબત માટે કરતા હોય છે. તો ઘણા લોકો ખોટી અફવા ફેલાવવા માટે કરતા હોય છે ત્યારે એવી જ એક અફવા સોશિયલ મીડિયામાં આજે ફરતી થઈ હતી કે અમદાવાદ અને ગુજરાતમાં પેટ્રોલ પંપ છે, કે જે ચાર દિવસ માટે બંધ રહેશે અને તેને જ પગલે મોડી રાત સુધી અમદાવાદના તમામ પેટ્રોલ પંપો ઉપર વાહન ચાલકોની મોટી ભીડ છે જે જોવા મળી હતી.
/connect-gujarat/media/media_files/2025/07/04/bihar-election-2025-07-04-16-26-01.jpg)