Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : ખાડિયાનો યુવક અમેરિકા આર્મીમાં નિભાવશે ફરજ, આર્મી ઓફિસર તરીકે પસંદગી...

અમદાવાદના ખાડિયામાં રહેતા 28 વર્ષીય યુવક યશ પટેલની યુ.એસ. આર્મી ઓફિસર તરીકે પસંદગી થઈ છે.

અમદાવાદ : ખાડિયાનો યુવક અમેરિકા આર્મીમાં નિભાવશે ફરજ, આર્મી ઓફિસર તરીકે પસંદગી...
X

અમદાવાદના ખાડિયામાં રહેતા 28 વર્ષીય યુવક યશ પટેલની યુ.એસ. આર્મી ઓફિસર તરીકે પસંદગી થઈ છે. અમદાવાદની મહાત્મા ગાંધી ઈન્ટરનેશનલ સ્કૂલમાં 12માં ધોરણ સુધી અભ્યાસ અને ગાંધીનગર સ્થિત પંડિત દિનદયાલ પેટ્રોલિયમ યુનિવર્સિટીમાં એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગની બેચલર ડિગ્રી હાંસલ કરી હતી. ગ્રેજ્યુએશન કર્યા બાદ 2016માં યશ અમેરિકા ગયો અને ત્યાં બોસ્ટર્નમાં એમ.એ. પોલિટિકલ સાયન્સની માસ્ટર ડિગ્રી હાંસલ કરી હતી.

આ સાથે તેણે ડિફેન્સની ટ્રેનિંગ લેવાનું શરૂ કર્યું હતું. ડિફેન્સની ટ્રેનિંગ બાદ તેની યુ.એસ. આર્મીમાં પસંદગી થઈ હતી. હાલ તે પોલીસ ઓફિસર ઓફ એમપીડી-ડીસી ઓફિસર તરીકે કાર્યરત થશે. નાનપણમાં યશ ખૂબ જ તોફાની હતો, અને હવે જ્યારે તે પગભર થઈને યુએસ આર્મી જોઈન કરશે તે તેના પરિવાર માટે અને ગુજરાતનાં લોકો માટે ગૌરવની સાથે આશ્વર્યની વાત પણ છે. યશ હિંમતવાન છે, અને તે દરેક નિર્ણયો ખૂબ જ સારી રીતે લઈ શકશે. ખાડિયાનો યુવક યુએસ આર્મી ઓફિસર બનશે. અમદાવાદ મહાલક્ષ્મીની પોળમાં રહેતા યશ અનિષ પટેલની સિદ્ધિથી પરિવાર ખૂબ જ ખુશ છે. યશને પહેલાથી જ પારંપરિક નોકરી કરવાના બદલે કંઈક વિશેષ કરવાની ઈચ્છા હતી. એકના એક દીકરાને 7 વર્ષ પહેલા અમેરિકા અભ્યાસ માટે મોકલ્યો હતો. તેનો સ્વભાવ કોઈના પર બોજ બનવા કરતાં પોતાના પગભર ઉભા રહેવાનો હતો તે પ્રમાણે તેણે કરી બતાવ્યું અને 24મી માર્ચના રોજ ડિસ્ટ્રિક્ટ ઓફ કોલમ્બિયાના લૉ એન્ફોર્સમેન્ટ પોલીસ ઓફિસર તરીકેની તેની પસંદગી થઈ હતી. દરેક ભારતીય યશની કારકિર્દીમાંથી પ્રેરણા લેશે. યશની યુએસ આર્મીમાં લો એન્ફોર્સમેન્ટ પોલીસ ઓફિસર તરીકે પસંદગી કરવામાં આવી છે. યશની માતા ઉમા પટેલના જણાવ્યા પ્રમાણે યશે ફુટબોલ ખૂબ જ પસંદ છે. છઠ્ઠા ધોરણથી ગ્રેજ્યુએશન સુધી તે નિયમિત ફૂટબોલ રમતો હતો જેને લઈને અમને થતું કે, માત્ર સ્પોર્ટસને પસંદગીથી તે જીવન કેવી રીતે બનાવશે. પરંતુ આજે મારો દીકરો દરેક ભારતીય માટે પ્રેરણા બન્યો છે, જેને કારણે અમે હવે નિશ્ચિંત છીએ.

Next Story