/connect-gujarat/media/post_banners/8c2713e8ea6997e007f72467b08d18624217aba3fe2713e31766185f314467c3.jpg)
અમદાવાદના વિશાલા સર્કલ નજીક રાજયશમોલમાં યુવકની છરીના ઘા મારીને હત્યા કરવામાં આવી હતી.આ મામલે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.
અમદાવાદ શહેરના વિશાલા સર્કલ નજીક હત્યાનો બનાવ બન્યો છે. વિશાલા સર્કલ નજીક આવેલા રાજયશ મોલમાં સાંજના સમયે યુવકની છરીના ઘા મારીને હત્યા કરાઇ હતી. મોહમ્મદ કૈફ નામનો યુવક તેના મિત્રો સાથે રાજયશ મોલમાં ફરવા માટે આવ્યો હતો ત્યારે કેટલાક લોકો સાથે ગેમ ઝોનમાં બોલાચાલી થતાં ઝઘડો થયો હતો. જેની અદાવત રાખીને આરોપીઓએ યુવકને માર માર્યો હતો અને બાદમાં છરી મારી દેતા સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતાં વાસણા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી અને ફરિયાદ નોંધવાની તજવીજ શરૂ કરીને આરોપીઓને પકડવા માટેના ચક્રો ગતિમાન કર્યાં હતા. ગેમ ઝોનમાં બે ગ્રુપ વચ્ચે થયેલા ઝઘડા બાદ સમાધાન પણ થઇ ગયું હતું. જે બાદ મોહમ્મદ કૈફ પાર્કિંગમાં ગયો હતો ત્યારે તેની સાથે ઝઘડો કરનાર યુવક તેની પાછળ ગયો હતો. આ યુવકે તેને પેટના ભાગે છરીના ઘા ઝીંક્યા હતા. ઘટનામાં ઘાયલ યુવકને તાત્કાલિક સારવાર માટે ખસેડાયો હતો, જ્યાં તેનું મૃત્યુ નિપજ્યું હતું. આ મામલે પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.