અમદાવાદ: દારૂ પીવાની ના કહેતા યુવાનની છરીના ઘા મારી હત્યા,આરોપીઓ ઝડપાયા

સુરતના અમરોલીમાં પોલીસ સ્ટેશનવિસ્તારમાં યુવકની થયેલી હત્યાનો ભેદ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઉકેલી નાખ્યો છે

New Update
અમદાવાદ: દારૂ પીવાની ના કહેતા યુવાનની છરીના ઘા મારી હત્યા,આરોપીઓ ઝડપાયા

સુરતના અમરોલીમાં પોલીસ સ્ટેશનવિસ્તારમાં યુવકની થયેલી હત્યાનો ભેદ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઉકેલી નાખ્યો છે. સામાન્ય બાબતે ઉગ્ર સ્વરુપ ધારણ કરતા આ હત્યાની ઘટના બની હોવાનું બહાર આવ્યું હતું જેમાં 2 આરોપીની ધરપકડ કરવામાં આવી છે

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ગીરફતમાં આવેલ આરોપીઓના નામ છે મુકેશ ઉર્ફે છોટી ગાયકવાડ અને સાગર દંતાણી. આ બંને ઇસમોમાંથી મુકેશ ગાયકવાડ સુરતનો રહેવાસી છે જ્યારે સાગર અમદાવાદ સરસપુરનો રહેવાસી છે.સુરતના અમરોલી વિસ્તારમાં બે મહિના પહેલા સન્ની શર્મા નામના યુવકની આરોપીઓએ હત્યા કરી હતી.બે મહિનાથી નાસતા ફરતા આરોપીઓ અમદાવાદમાં હોવાની માહિતીના આધારે ક્રાઈમ બ્રાન્ચે બન્નેને ઝડપી હત્યાનો ભેદ ઉકેલ્યો છે. પોલીસે આરોપીઓની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે ગત 26 સપ્ટેમ્બરના રોજ અમરોલી વિસ્તારમાં છાપરા ભાઠા ખાતે તાપીના પાળા પર ખુલ્લી જગ્યામાં બંને આરોપીઓ દારૂ પિતા હતા તે સમયે મૃતક સન્ની શર્મા ત્યાં આવ્યો હતો અને દારૂ પીવાની ના પાડતા બોલાચાલી અને ગાળાગાળી થતા મુકેશ ગાયકવાડે છરીથી યુવકની હત્યાનો અંજામ આપ્યો હતો. બંને ઈસમો હત્યા કર્યા બાદ અમદાવાદમાં આવી ગયા હતા અને છૂટક મજૂરી કરતા હતા.પોલીસે હાલ બન્ને આરોપીઓની ધરપકડ કરી તેઓના ગુનાઇત ભૂતકાળની તપાસ શરૂ કરી છે

Latest Stories