અમદાવાદ: બોગસ ભારતીય પાસપોર્ટ પર UK ગયેલા યુવાનની ઇમિગ્રેશન વિભાગે એરપોર્ટ પરથી જ કરી ધરપકડ

યુ. કેથી અમદાવાદ આવેલી ફલાઈટમાં બોગસ ભારતીય પાસપોર્ટ સાથે બોપલના એક યુવકની ઈમિગ્રેશન વિભાગે ધરપકડ કરી

અમદાવાદ: બોગસ ભારતીય પાસપોર્ટ પર UK ગયેલા યુવાનની ઇમિગ્રેશન વિભાગે એરપોર્ટ પરથી જ કરી ધરપકડ
New Update

અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર યુ. કેથી અમદાવાદ આવેલી ફલાઈટમાં બોગસ ભારતીય પાસપોર્ટ સાથે બોપલના એક યુવકની ઈમિગ્રેશન વિભાગે ધરપકડ કરી હતી. અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર યુ.કે.થી અમદાવાદ આવેલી ફલાઈટમાં બોગસ ભારતીય પાસપોર્ટ સાથે બોપલના એક યુવકની ઈમિગ્રેશન વિભાગે ધરપકડ કરી હતી

મૂળ પોર્ટુગલની પણ યુકેમાં રહેતી એક મહિલા તેને પોતાના પુત્ર તરીકે દર્શાવી ઓગસ્ટ, 2022માં યુકે લઈ ગઈ હતી, જે પેટે તેને પાસપોર્ટ અને પીઆર સુધીના ખર્ચ પેટે રૂ.30 લાખ ચૂકવ્યા હતા.એર ઈન્ડિયાની યુકેથી આવેલી ફ્લાઈટના એક પેસેન્જરના ભારતીય પાસપોર્ટમાં ક્રિશ્ચિયન નામ હતું. માતા-પિતાનું નામ પૂછતાં તે કોઈ જવાબ આપી શક્યો ન હતો. પૂછપરછમાં તેણે કબૂલ્યું હતું કે, તેનું સાચું નામ તુષાલ પટેલ છે અને બોપલમાં રહે છે. તેણે એમ પણ કબૂલ્યું કે તેની પાસેનો પાસપોર્ટ બોગસ છે.2021માં રીટા મેસેજેસ નામની મહિલાએ લંડન લઈ જવાની ખાતરી આપી નકલી જન્મપ્રમાણ પત્રને આધારે બોગસ પાસપોર્ટ બનાવડાવ્યો હતો.

યુવક ઓગસ્ટમાં ફેમિલી પરમિટ ટુ જોઈન વિઝા પર યુકે ગયો હતો. આ માટે યુવકે મહિલાને ખર્ચ પેટે 30 લાખ આપ્યા હતા. ઈમિગ્રેશન ઓફિસરની ફરિયાદ અનુસાર તુષાલનો પાસપોર્ટ જોયો તેમાં ક્રિશ્ચિયન નામ હતું જ્યારે જમણા હાથ પર ઓમ દોરેલા હતો.જે અંગે શંકા જતા પૂછ્યું હતું કે, તમે ક્રિશ્ચિયન ધર્મ પાળો છો તો ઓમ શા માટે? પેસેન્જર જવાબ ન આપી શકતા કૌભાંડ પકડાઈ ગયું હતું.

#ભારતીય પાસપોર્ટ #Ahmedabadpolice #Amdavad Airport #Indian Passport #Passport #ConnectGujarata #Ahmedabad #immigration department #ઇમિગ્રેશન વિભાગ #bogus passport
Here are a few more articles:
Read the Next Article