અમદાવાદ : ઇન્સ્ટાગ્રામ પર ફેક ID બનાવી યુવતીને છેડવું પડ્યું ભારે, યુવકને જેલના સળીયા ગણવાનો વારો આવ્યો

ઈન્સ્ટાગ્રામ પર રિકવેસ્ટ રિજેક્ટ કરતા યુવકે બદલો લીધો, ફેક આઈડી બનાવીને યુવતીને અપશબ્દ લખી મેસેજ કર્યા

New Update
અમદાવાદ : ઇન્સ્ટાગ્રામ પર ફેક ID બનાવી યુવતીને છેડવું પડ્યું ભારે, યુવકને જેલના સળીયા ગણવાનો વારો આવ્યો

ઈન્સ્ટાગ્રામ પર મોકલેલી રિકવેસ્ટ રિજેક્ટ કરતા યુવકે બદલો લેવાના ઈરાદે એવુ કૃત્ય કર્યુ કે હવે આરોપીને જેલના સળીયા ગણવાનો વખત આવ્યો છે.મળતી માહિત અનુસાર સાયબર ક્રાઇમની કસ્ટડીમાં રહેલા આરોપીનુ નામ આશિષ ગોધવાણી છે. જેણે એક મહિલાને ગંદી અને બિભત્સ અપશબ્દ લખી મેસેજ કર્યા હતા અને તે કરવા પાછળનુ કારણ માત્ર એટલુ હતું, કે યુવતીએ તેની રિકવેસ્ટ સ્વિકારી ન હતી. જેને લઈને આરોપીએ દિપા ટેકવાની નામનુ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવી યુવતીને બિભત્સ મેસેજ મોકલ્યા હતા.

જેથી યુવતીએ તેની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી અને તેની ધરપકડ કરવામા આવી છે. આરોપી આશિષની પુછપરછ કરતા સામે આવ્યુ કે તે ગ્રાફિક્સ અને પ્રિન્ટીંગનુ કામ કરે છે પરંતુ, સમય પસાર કરવા માટે આ હરકત કરી છે.

Latest Stories