Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ: હાર્દિક પટેલને આમ આદમી પાર્ટીનું ખુલ્લુ આમંત્રણ,જુઓ ગોપાલ ઇટાલીયાએ શું કહ્યું

પાટીદાર નેતા હાર્દિક પટેલની કોંગ્રેસ સામેની નારાજગી ખૂલીને બહાર આવી છે ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા હાર્દિક પટેલને પક્ષમાં જોડાવવા ખુલ્લુ આમંત્રણ આપવામાં આવ્યું છે

X

પાટીદાર નેતા હાર્દિક પટેલની કોંગ્રેસ સામેની નારાજગી ખૂલીને બહાર આવી છે ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા હાર્દિક પટેલને પક્ષમાં જોડાવવા ખુલ્લુ આમંત્રણ આપવામાં આવ્યું છે જેને લઈ રાજકારણમાં ગરમાવો આવી ગયો છે

કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ હાલ પાર્ટીથી નારાજ છે ત્યારે AAP નેતા ગોપાલ ઈટાલિયા નિવેદનથી આગામી સમયમાં ગુજરાતના રાજકારણમાં મોટા ઉલટફેર થાય તેવા અણસાર દેખાઈ રહ્યા છે.ગુજરાતમાં જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ પાર્ટીઓ દ્વારા દિગ્ગજ નેતાની એક બીજામાં ખેંચતાણ શરૂ થઈ ગઈ છે. ભાજપ અને AAP ધડાધડ કોંગ્રેસના નેતાઓની વીણી રહ્યા છે ત્યારે હાર્દિક પટેલને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે.

છેલ્લા બે દિવસથી હાર્દિક પટેલની કોંગ્રેસ સામેની નારાજગી બધા સામે આવી ગઈ છે ત્યારે AAP દ્વારા હાર્દિક પટેલને ખુલ્લુ આમંત્રણ આપી દેવામાં આવ્યું છે. એવામાં કોંગ્રેસ પાર્ટીમાં પ્રદેશ અધ્યક્ષ બાદના સૌથી મોટા નેતા જો પાર્ટી છોડીને AAPમાં જોડાય તો રાજકારણમાં મોટી હલચલ નિશ્ચિત છે. ગોપાલ ઈટાલિયાએ મીડિયા સામે કહ્યું કે અમે હાર્દિકને પાર્ટીમાં જોડાવવા માટે આમંત્રણ આપીએ છીએ અને અમારી લાગણી છે કે તેઓ AAP માં જોડાયા આમારી પાર્ટી સાથે ભાજપ કોંગ્રેસના અનેક નેતાઓ સાથે સંપર્કઃ થઇ રહ્યો છે આવનાર સમયમાં રાજ્યના અનેક નેતાઓ આપ પાર્ટીમાં જોડાશે

Next Story