અમદાવાદ: ભાજપ દિલ્હી સરકાર પાડવા માંગતી હોવાનો આપ નેતા ઈશુદાન ગઢવીનો આરોપ

અમદાવાદમાં આમ આદમી પાર્ટી દ્વારા આજરોજ પ્રેસ કોન્ફરન્સ યોજાય હતી. જેમાં ઈશુદાન ગઢવીએ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા

New Update
અમદાવાદ: ભાજપ દિલ્હી સરકાર પાડવા માંગતી હોવાનો આપ નેતા ઈશુદાન ગઢવીનો આરોપ

અમદાવાદમાં આમ આદમી પાર્ટી દ્વારા આજરોજ પ્રેસ કોન્ફરન્સ યોજાય હતી. જેમાં ઈશુદાન ગઢવીએ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા

આમ આદમી પાર્ટીના નેશનલ જોઇન્ટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવીએ આજે મીડિયાને સંબોધતા કહ્યું કે ભાજપને ગુજરાતની જનતા નફરત કરી રહી છે અને છેલ્લા ઘણા દિવસથી ભાજપે એક નવી મોડસ ઓપરેન્ડી અપનાવી છે.ભાજપે જે રાજ્યમાં તેમની સરકાર ન બને ત્યાં સરકાર પાડવાની મોડસ ઓપરેન્ડી અપનાવી છે. ભાજપે હમણાં જ મહારાષ્ટ્ર સરકાર પાડી, આ પહેલા ભાજપે આસામ અને મધ્યપ્રદેશમાં પણ સરકાર પાડી હતી.'ઓપરેશન લોટસ' નામ આપીને ભ્રષ્ટ ભાજપે કેટલા રૂપિયા એકઠા કરીને અરવિંદ કેજરીવાલની દિલ્હી ઈમાનદાર પાર્ટી પાડવાનું ષડયંત્ર કર્યું છે.

Latest Stories