Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : AAP નેતાઓના આમરણાંત ઉપવાસ, ભાજપના દમનનો કર્યો વિરોધ

રાજયમાં હેડ કલાર્કની પરીક્ષાનું પેપર ફુટવાના મામલે આમ આદમી પાર્ટી છેક સુધી લડી લેવાના મિજાજમાં દેખાઇ રહી છે.

X

રાજયમાં હેડ કલાર્કની પરીક્ષાનું પેપર ફુટવાના મામલે આમ આદમી પાર્ટી છેક સુધી લડી લેવાના મિજાજમાં દેખાઇ રહી છે. સોમવારના રોજ ભાજપ કાર્યાલય ખાતે દેખાવો કરવા ગયેલાં આપના કાર્યકરો સામે પોલીસ ફરિયાદ બાદ મામલો બિચકયો છે.

ગુજરાતમાં હેડ કલાર્કની પરીક્ષાનું પેપર ફુટવાના મુદ્દે શરૂઆતથી આમ આદમી પાર્ટી આક્રમતાથી વિરોધ કરી રહી છે. તારીખ 20મીના રોજ આમ આદમી પાર્ટીના આગેવાનો અને કાર્યકરોએ ગાંધીનગરમાં ભાજપના કાર્યાલય કમલમનો ઘેરાવો કર્યો હતો. કમલમના પટાંગણમાં ભાજપ અને આમ આદમી પાર્ટીના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું. ઘટના બાદ ભાજપની મહિલા આગેવાને આમ આદમી પાર્ટીના કાર્યકરો અને આગેવાનો વિરૂધ્ધ છેડતીની ફરિયાદ નોંધાવી હતી. ગોપાલ ઇટાલીયા, ઇસુદાન ગઢવી સહિત અનેક નેતાઓ સાબરમતી જેલમાં છે. પેપર લીક થવાના મુદ્દે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન અસિત વોરાના રાજીનામા તથા ભાજપના દમનના વિરોધમાં આમ આદમી પાર્ટીએ અનશન શરૂ કર્યા છે. મહેશ સવાણી, ગુલાબસિંહ રાજપુત સહિતના નેતાઓ અમદાવાદના કાર્યાલય ખાતે ઉપવાસ કરી રહયાં છે. દીલ્હીના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપુતે જણાવ્યું હતું કે, 5 વર્ષમાં 10 પરીક્ષાના પેપર ફૂટ્યા છે. રાજ્યના 88 હજાર વિદ્યાર્થીઓના હિતમાં ઉપવાસ શરૂ કર્યા છે. આ પેપરલીક કાંડનું મોટા દોષિતો સામે કડક કાર્યવાહી થવી જોઈએ.

Next Story
Share it