Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : પગારના બાકી નીકળતાં 2 હજાર રૂપિયા માટે કારખાનેદારની હત્યા, આરોપી બિહારથી ઝડપાયો

ગાંધીનગરના દહેગામમાં ફેકટરી ધરાવતાં કારખાનેદારની હત્યાની ગુનાનો ભેદ ઉકેલી પોલીસે હત્યારાને બિહારથી ઝડપી પાડયો છે.

X

ગાંધીનગરના દહેગામમાં ફેકટરી ધરાવતાં કારખાનેદારની હત્યાની ગુનાનો ભેદ ઉકેલી પોલીસે હત્યારાને બિહારથી ઝડપી પાડયો છે.

ગાંધીનગર જિલ્લાના દહેગામમાં પીવીસી પાઇપની ફેક્ટરી ધરાવતા અને બાપુનગર હીરાવાડી વિસ્તારમાં રહેતા વેપારી ગૌતમ પટેલ કરપીણ હત્યા કરનાર શ્રમિકની ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી છે. તારીખ 8મી જુલાઇના રોજ માથામાં હથિયારના 35 ફટકા મારી તેમની હત્યા કરી નાંખવામાં આવી હતી. હત્યારો બીજો કોઇ નહિ પણ તેમના જ કારખાનામાં કામ કરતો બિહારનો શ્રમિક હતો. આરોપી અખિલેશ બિહારી માલિકની હત્યા કર્યા બાદ ડ્રોવરમાંથી 60 હજાર રૂપિયા રોકડ અને મૃતકના મોબાઇલ ફોનની ચોરી કરી નાસી ગયો હતો. મૃતક ગૌતમ પટેલ પાસે આરોપીના કોઈ પુરાવો ન હોવાથી આરોપીના સગડ મેળવવા મુશ્કેલ બની ગયાં હતાં. જોકે અખિલેશના મોબાઇલ નંબર કોલ ડિટેઇલની તપાસ કરતા ક્રાઇમ બ્રાન્ચને એક કડી મળી હતી. જેના આધારે આરોપી બિહારમાં હોવાની જાણ થતાં જ ક્રાઇમ બ્રાન્ચની એક ટીમ બિહાર રવાના થઈ હતી. ત્યાંથી આરોપીને ઝડપી લીધો છે. આરોપીએ પગારના બાકી નીકળતાં 2 હજાર રૂપિયા તથા માલિકના અસભ્ય વર્તનથી કંટાળી હત્યા કરી હોવાની કબુલાત કરી છે.

Next Story