અમદાવાદ:પ્રમુખ સ્વામી મહોત્સવમાં કોરોના ગાઈડલાઇનનું પાલન,દરેક લોકો માટે માસ્ક ફરજિયાત બનાવાયા

અમદાવાદના આંગણે ઉજવાય રહેલ પ્રમુખ સ્વામી મહોત્સવમાં કોરોના ગાઈડલાઇનનું પાલન કરાવવામાં આવી રહયું છે અને મહોત્સવમાં આવતા દરેક લોકો માટે માસ્ક ફરજિયાત કરી દેવામાં આવ્યું છે

અમદાવાદ:પ્રમુખ સ્વામી મહોત્સવમાં કોરોના ગાઈડલાઇનનું પાલન,દરેક લોકો માટે માસ્ક ફરજિયાત બનાવાયા
New Update

અમદાવાદના આંગણે ઉજવાય રહેલ પ્રમુખ સ્વામી મહોત્સવમાં કોરોના ગાઈડલાઇનનું પાલન કરાવવામાં આવી રહયું છે અને મહોત્સવમાં આવતા દરેક લોકો માટે માસ્ક ફરજિયાત કરી દેવામાં આવ્યું છે.

અમદાવાદના આંગણે ઉજવાઈ રહેલ પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં મુલાકાત લેનારા હરિભક્તોની સંખ્યા દિવસેને દિવસે સતત વધી રહી છે.પ્રમુખસ્વામી મહારાજ નગરમાં રહેલા વિવિધ ભવ્યાતિ ભવ્ય આકર્ષણો તમામ હરિભક્તોને આકર્ષી રહ્યા છે ત્યારે ભારતમાં કોરોના કેસોને લઈને પણ ચિંતાનો વિષય બનતો જાય છે એવા સંજોગોમાં આજથી પ્રમુખ સ્વામી નગરમાં માસ્ક ફરજિયાત કરવામાં આવ્યું છે. પ્રમુખનગરમાં વધતી ભક્તોની ભીડને જોતા કોરોના ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે. હવે આજથી આવતા હરિભક્તોએ સોશિયલ ડિસ્ટન્સ જાળવવું પડશે અને સાથે માસ્ક પહેરવું પણ જરૂરી રહેશે. લોકો આવનાર સમયમાં પણ વધુ પ્રમાણમાં મુલાકાત લેશે જેને લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે.આજે સવારથી જ નગરમાં લોકો માસ્ક સાથે દેખાયા હતા.પ્રમુખ નગરમાં દેશ વિદેશથી પણ ભક્તોની ભીડ આવી રહી છે જેને જોતા હવે વિદેશથી આવતા ભક્તોએ કોરોના ટેસ્ટીંગ કરવું ફરજીયાત કરી દીધું છે. શરદી, ઉધરસ, તાવ જેવી તકલીફ ધરાવતા ભક્તોને એન્ટ્રીની મનાઈ કરવામાં આવશે. આ બધી ગાઈડલાઈન્સનું અમલીકરણ આજથી કરવામાં આવશે. પ્રતિ દિવસ અહી ૧ લાખથી વધારે લોકો આવી રહ્યા છે ત્યારે કોરોનાને લઈ અહી સતર્કતા રાખવામાં આવી રહી છે.

આ મહોત્સવ ૧૫ જાન્યુઆરી સુધી ચાલવાનો છે ત્યારે વિશ્વભરમાં વધી રહેલા કોરોનાના સંક્રમણને લઈને ભારત અને ગુજરાત સરકાર સાથે વિમર્શ કરીને જાહેર જનતા માટે પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવમાં આવનારા લોકો માટે એક ખાસ પ્રકારની ગાઈડલાઈન તૈયાર કરવામાં આવી છે. જેનું આજથી કડકપણે પાલન કરાવવામાં આવી રહયું છે. મહોત્સવમાં જે પણ લોકો આવી રહ્યા છે તેઓને માસ્ક પહેરવા અપીલ પણ કરવામાં આવી રહી છે.

#Gujarat #Connect Gujarat #BeyondJustNews #Ahmedabad #Pramukh Swami Mohotsav #Corona guidelines #Masks are mandatory
Here are a few more articles:
Read the Next Article