અમદાવાદ: 50 વર્ષ બાદ હત્યાના ગુનાના આરોપીને પોલીસે ઝડપી પાડ્યો, વર્ષ 1973માં વૃધ્ધાની કરવામાં આવી હતી હત્યા

અમદાવાદ શહેરના સરદારનગરમાં 1973માં થયેલી હત્યાનો આરોપી ઝડપાયો છે. હત્યાના 50 વર્ષ બાદ સમગ્ર ઘટનાનો ભેદ ઉકેલાયો છે.

New Update

વર્ષ 1973માં લૂંટ વિથ મર્ડર કેસ દાખલ થયો હતો. જેમાં સૈજપુર વિસ્તારમાં મણિબેન નામના વૃદ્ધ બહેન રહેતા હતા તેમના બંધ ઘરમાંથી મૃતદેહ મળી આવ્યો હતો. જે-તે વખતે આસપાસના લોકોએ પોલીસને જાણ કરી હતી કે તેમના ઘરમાંથી દુર્ગંધ આવે છે. મકાન ખોલીને જોતાં આ વૃધ્ધાનો મૃતદેહ મળી આવ્યો હતો. આ કેસમાં મહારાષ્ટ્ર પોલીસે મહત્વની ભૂમિકા ભજવી છે. આરોપી મહારાષ્ટ્રના એક ગામમાં મળી આવતાં મહારાષ્ટ્ર પોલીસે ગુજરાત પોલીસને જાણ કરી હતી. સીતારામ નામના આરોપીએ એકલા રહેતા વૃદ્ધાના ઘરમાં ચોરી કરવાના ઇરાદે ઘુસ્યો હતો.

આ દરમિયાન વૃદ્ધા અને આરોપી વચ્ચે ઝપાઝપી થઈ હતી. જેમાં વૃદ્ધ મણીબેનનું મોત થયું હતું.નોંધનીય છે કે, આ ઘટના 1973માં બની હતી અને હવે ઘટનાના લગભગ 50 વર્ષ બાદ આરોપી ઝડપાયો છે. તે સમયે 26 વર્ષીય આરોપી સિતારામ 70 વર્ષીય વૃદ્ધાને મોતને ઘાટ ઉતાર્યા હતા. જ્યારે ઘટનાના 50 વર્ષ બાદ આરોપી 73 વર્ષની ઉંમરે પોલીસના સકંજામાં આવ્યો છે. આમ પોલીસ કોઈ ગુનેગારને છોડતી નથી ગમે ત્યારે ગમે ત્યાંથી શોધી કાઢે છે.તે વાત આ કિસ્સામાં સાચી સાબિત થતી જોવા મળી રહી છે.

Latest Stories