અમદાવાદ શહેરના નરોડા વિસ્તારના ધારાસભ્ય બલરામ થાવાણી તબિયત લથડી છે. ધારાસભ્ય બલરામ થાવાણી ફૂડ પોઇઝનિંગ થયું છે. થાવાણી ઝાડા-ઉલટી અને શરીર ફૂલી જતા હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા છે. ધારાસભ્યની તબિયત લથડતા તાત્કાલિક સારવાર અર્થે તેઓને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. મસાલા ઢોસા ખાધા બાદ તેમને ફૂડ પોઇઝનિંગ થયું છે.
ધારાસભ્ય બલરામ થાવાણીએ એરપોર્ટ કેન્ટિનમાં મસાલા ઢોસા ખાધા હતા. એરપોર્ટ વીઆઈપી પાર્કિંગ પાસે આવેલી કેન્ટિનમાં મસાલા ઢોસા ખાધા બાદ તેમને ફૂડ પોઇઝનિંગ થયું છે. ધારાસભ્યને ઝાડા-ઉલટી થવાની શરૂ થઈ અને શરીર ફૂલી જતા તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ભાજપના ધારાસભ્ય બલરામ થાવાણી સિવિલ હોસ્પિટલમાં સ્પેશિયલ વોર્ડમાં દાખલ કરી સારવાર શરૂ કરવામાં આવી છે.
જોકે, તહેવારો નજીક આવતા આમ તો એએમસીના આરોગ્ય વિભાગની ટીમ વિવિધ નાસ્તાની અને મીઠાઈની દુકાનોમાં ચેકિંગ હાથ ધરતી હોય છે. છતાં તમામ દુકાનો પર તપાસ કરી શકતી નથી અને ઘણી દુકાનો પર વેચાતી ખાદ્ય ચીજો અખાદ્ય હોય છે. જે આરોગ્ય માટે હાનિકારક સાબિત થતી હોય છે. ધારાસભ્ય પણ ફૂડ પોઈઝનિંગ ભોગ બની જતા હોય તો, આમ જતા માટે સામાન્ય વાત ગણાવી શકાય છે, માટે તહેવારો પર ખાદ્ય ચીજો ખરીદી કે, ખાતા પહેલા તેની ચકાસણીની કાળજી અવશ્ય લેવાની રાખો.