અમદાવાદ : પેટ્રોલ- ડીઝલ બાદ હવે સીએનજીમાં ભાવવધારો, રીકશાચાલકો કરશે આંદોલન

New Update
અમદાવાદ : પેટ્રોલ- ડીઝલ બાદ હવે સીએનજીમાં ભાવવધારો, રીકશાચાલકો કરશે આંદોલન

પેટ્રોલ-ડીઝલના ભાવ વધતા લોકો હવે સીએનજી તરફ વળ્યા છે. જોકે, સીએનજીના ભાવમાં પણ હવે ધીમે ધીમે વધારો થઈ રહ્યો છે. અમદાવાદમાં છેલ્લા એક અઠવાડિયામાં જ સીએનજીના ભાવમાં પ્રતિ એક કિલોગ્રામ 5.19 રૂપિયાનો વધારો ઝીંકાયો છે.

સીએનજીના સતત વધી રહેલા ભાવ સામે રીક્ષા ચાલકોએ પણ વિરોધ નોંધાવ્યો છે. અમદાવાદમાં અદાણી ગેસના ભાવમાં પ્રતિ કિલોગ્રામ 1.63 રૂપિયાનો વધારો કર્યો છે. જે બાદમાં નવો ભાવ 61.49 રૂપિયા પ્રતિ એક કિલોગ્રામ થયો છે પેટ્રોલ-ડીઝલ બાદ સીએનજીના ભડકે બળતા ભાવથી રિક્ષા ચાલકોને મુશ્કેલી વધી રહી છે. ત્યારે અમદાવાદ રિક્ષા યુનિયન તરફથી જો ભાવ વધારો પરત નહીં ખેંચવામાં આવે તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. અમદાવાદ રિક્ષા યુનિયનના જણાવ્યું હતું કે, "ખૂબ જ અસહ્ય ભાવ વધારો છે. વખતો વખત સરકારને જાણ કરીએ છીએ પણ સરકાર ભાવવધારાને કાબુમાં રાખવામાં નિષ્ફળ રહી છે.

રીક્ષા ચાલકોની કહેવું છે કે હાલમાં જે સીએનજીનો ભાવ વધ્યો એમાં માત્ર ગેસના પૈસા નીકળે છે પરંતુ ઘરનો ખર્ચ કાઢવો મુશ્કેલ પડે છે. હાલમાં જો ભાડે રીક્ષા ફેરવતા હોય તો તેમને રોજનું 300 રૂપિયા રીકશાનું ભાડુ અને 100 થી 150 રૂપિયાનો ગેસ પાછળ ખર્ચ થાય છે. સાંજ પડે રીકશાચાલક માત્ર 150 થી 200 રૂપિયા ઘરે લઈ જાય છે જેથી તેમના ઘરનો ખર્ચ, ભણતર અને દવાનો ખર્ચ કાઢવા અધરો પડી ગયો છે. સરકાર અમારી તરફ ધ્યાન આપે તે જરૂરી છે.

Latest Stories