રાજ્યમાં ઉત્તરાયણ રંગેચંગે ઉજવાઈ પણ ઉત્તરાયણ બાદ જે અલગ અલગ જગ્યા પર પતંગની દોરી જોવા મળી રહી હતી તેનું શું પણ પતંગની દોરી ઉતરાયણ બાદ પક્ષીઓ માટે ઘાતક બને તે પહેલા મણિનગર- અમરાઈવાડી વિસ્તારમાં નાગરિકો પાસે વિપુલ માત્રામાં એકત્રિત કરેલ પતંગના દોરાનું દહન કરીને તેનો યોગ્ય નિકાલ કરવામાં આવ્યો હતો.
અમદાવાદ ખોખરા યુથ ફાઉન્ડેશન દ્વારા દર વર્ષે ઉત્તરાયણ બાદ આસપાસના વિસ્તારોમાં ફરી પતંગની દોરી એકત્ર કરવામાં આવે છે અને ત્યારબાદ તેનું દહન કરવામાં આવે છે જેથી મૂંગા પશુ પક્ષીઓનો જીવ ના જાય અને ઘાયલ પણ ના થાય ત્યારે આ પતંગ દોરીના દહન સમયે કાર્યને બિરદાવવા મણિનગર તેમજ અમરાઈવાડીના ધારાસભ્ય અમુલ ભટ્ટે વિશેષ હાજર રહીને આ કાર્યને શહેરના નાગરિકો માટે પ્રેરક ગણાવ્યું હતું. પતંગના ઘાતક દોરાને દહન કરતા પહેલા આવી જ રીતે એકત્રિત કરેલ દોરાને પક્ષીઓ તેમજ વાહનચાલકોને હિતમા દર વષેઁ દહન કરવાનો સંકલ્પ કરવામાં આવ્યો હતો.આવા યુવાઓ લોકો અને પક્ષીઓના જીવ બચાવવા આગળ આવતા હોય છે અને એક ઉમદા કાર્ય સમાજ માટે નિભાવતા હોય છે જેના માટે યુવાનોની દર વર્ષે ચાલતી આવતી પહેલને સલામ છે