/connect-gujarat/media/post_banners/3cc034cc2fb2b1ccc790d3c5a5932750c151cfa808d326dd732b007c499a11fe.jpg)
ગુજરાતમાં ભાજપના પાયા હચમચાવવા લગભગ અશકય છે પણ કોંગ્રેસ રાજયમાં સત્તા પાછી મેળવવા મહેનત કરી રહી છે. દલિત વોટબેંકને પરત મેળવવા કોંગ્રેસે વડગામના અપક્ષ ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીને પક્ષમાં સામેલ કર્યા છે. દિલ્હીથી ગુજરાત આવેલાં જીજ્ઞેશ મેવાણીનું સ્વાગત કરાયું હતું.
ગુજરાતમાં દલિત આંદોલનના પ્રણેતા અને 2017માં વડનગરમાં અપક્ષ ઉમેદવાર તરીકે જીતનાર જીગ્નેશ મેવાણી આખરે કોંગ્રેસનો પંજો પકડી લીધો છે. જીગ્નેશ મેવાણીએ થોડા દિવસ પહેલા દિલ્હી ખાતે રાહુલ ગાંધીના હસ્તે કોંગ્રેસનો ખેસ પહેર્યો છે. ત્યારે આજે તેઓ ગુજરાતના કોંગ્રેસ કાર્યાલય ખાતે પહોંચ્યા હતાં જયાં પાટીદાર સમાજના અગ્રણી અને કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ, અધ્યક્ષ અમિત ચાવડા, પુર્વ અધ્યક્ષ ભરતસિંહ સોલંકી અને વિપક્ષના તેના પરેશ ધાનાણી સહિતના આગેવાનો અને કાર્યકરો હાજર રહયાં હતાં. જીગ્નેશ મેવાણી જ્યારે કોંગ્રેસ કાર્યાલય પહોંચ્યા ત્યારે તેમનું સ્વાગત ઢોલ નગારા અને ફટાકડા ફોડીને કરવામાં આવ્યું હતું. જીજ્ઞેશ મેવાણીએ પત્રકાર પરિષદ સંબોધતા કહ્યું હતું કે 2022 માં ચોક્કસથી ભાજપને પછાડવામાં આવશે. 2017 માં તો કોંગ્રેસ સત્તાથી માત્ર 10 બેઠક દૂર રહી હતી પરંતુ આ વખતે બધા એક થઈને ભાજપને પછાડીશું.