Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ: ચડ્ડી બનિયાનધારી ગેંગનો ફરીવાર આતંક, આંબલી રોડ પર ઓફિસમાં ગેંગ લૂંટ કરવા ઘૂસી

અમદાવાદ શહેરમાં રીંગ રોડને અડીને આવેલા વિસ્તારોમાં ફરી એકવાર ચડ્ડી બનિયાનધારી ગેંગ નો આતંક જોવા મળી રહ્યો છે.

અમદાવાદ: ચડ્ડી બનિયાનધારી ગેંગનો ફરીવાર આતંક, આંબલી રોડ પર ઓફિસમાં ગેંગ લૂંટ કરવા ઘૂસી
X

અમદાવાદ શહેરમાં રીંગ રોડને અડીને આવેલા વિસ્તારોમાં ફરી એકવાર ચડ્ડી બનિયાનધારી ગેંગ નો આતંક જોવા મળી રહ્યો છે. આંબલી ગામ રોડ પર આવેલી એક ઓફિસમાં પાંચથી વધુ બુકાની બાંધીને ચડ્ડી બનિયાનધારી શખ્સો ત્રાટક્યા હતા.આ શખ્સો ત્યાં કામ કરતા એકને માથામાં પાઇપ મારી ઇજાઓ પહોંચાડી અને એકને બંધક બનાવી ઓરડીમાં પુરી એક લાખથી વધુની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. આ સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.શહેરના સિંધુભવન રોડ પર આવેલી તાજ હોટલની બાજુમાં આદિવિલા બંગલામાં રહેતા દિપકભાઈ ઠક્કર સરખેજ આંબલી ગામ રણછોડપુરા નજીક હાઉસ ઓફ આદીના નામથી બિલ્ડિંગમાં ઓફિસ રાખી કન્સ્ટ્રક્શન નો વ્યવસાય કરે છે.

આ ઓફિસમાં સિક્યુરિટી ગાર્ડ તેમજ હાઉસકિપિંગ ના કામ કરવા સારૂ શ્યામ બાબુ ધાનુ તથા સોનુ ધાનુ છેલ્લા આઠ મહિનાથી નોકરી કરે છે. આ બંનેનું કામ દિવસ દરમિયાન ઓફિસ ચાલુ હોય ત્યારે હાઉસકિપિંગ ના તથા સિક્યુરિટી નું કામ કરવાનું હોય છે. કેટલાક હથિયારધારી અજાણ્યા માણસો આવી સોનુ તથા શ્યામ બાબુ ને માર મારી ઓફિસમાંથી લૂંટ કરી છે તેવું કહ્યું હતું. જેથી દિપકભાઇ તરત જ ઓફીસ ગયા અને ત્યાં જઈને જોયું તો શ્યામ બાબુ ને માથામાં ઇજા થઇ હતી અને લોહી નીકળતું હતું. તેમજ ઓફિસ ના મુખ્ય દરવાજાની બાજુમાં આવેલી કાચની બારી તૂટેલી હતી. રાત્રે તે તથા શ્યામ બાબુ બંને ઓરડીમાં મોબાઈલ ફોન જોતા હતા, આ દરમિયાન રાત્રીના આશરે સાડા અગિયાર વાગ્યાના સુમારે શ્યામ બાબુ બાથરૂમ કરવા માટે બહાર નીકળવા જતા કોઈ બહાર હોવાથી શ્યામ બાબુ કહેલું કે તમે કોણ છો? તેમ કહેતા શ્યામ બાબુ ને માથામાં લોખંડના રોડના બે ફટકા મારી દેતા શ્યામ બાબુ ને માથા માંથી લોહી નીકળવા લાગ્યું અને શ્યામ બાબુ બેભાન થઈ ગયા હતા. ત્યારબાદ માં ઓરડીમાં છ અજાણ્યા બુકાનીધારી મોઢે બાંધેલા માણસો આવી ગયા જેમાં એકના હાથમાં લોખંડના રોડ તથા બીજા પાસે ધારદાર છરો તથા બીજા અન્ય માણસો પાસે પણ હથિયારો હતા. તેઓએ તરત જ પકડી ઓરડીમાં જ સોનુના બંન્ને હાથ-પગ બાંધી ગળાના ભાગે છરી મૂકી ઓફિસ ની ચાવી લઈ લૂંટ ચલાવી હતી. બાદમાં શખ્સો બહાર આવ્યા તો જાનથી મારી નાખીશું તેમ કહી ધમકી આપી ઓરડીને બહારથી બંધ કરી જતા રહ્યા હતા.

Next Story