અમદાવાદ: એરપોર્ટની સુરક્ષા અને મુસાફરોની સલામતીમાં કરાશે વધારો

દેશમાં સૌથી વ્યસ્ત એરપોર્ટમાં સાતમો ક્રમ ધરાવતા અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ એરપોર્ટ

New Update
અમદાવાદ: એરપોર્ટની સુરક્ષા અને મુસાફરોની સલામતીમાં કરાશે વધારો

દેશમાં સૌથી વ્યસ્ત એરપોર્ટમાં સાતમો ક્રમ ધરાવતા અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ એરપોર્ટ ખાતે પેસેન્જર ફૂટફોલની સાથે ફલાઇટોની અવર-જવરમાં વધારો થયો છે. જેના પગલે અમદાવાદ એરપોર્ટની સુરક્ષા અને મુસાફરોની સલામતીમાં વધારો કરવાનો નિર્ણય લેવાયો છે.

Aજમ્મુ કાશ્મીરમાં ડ્રોન દ્વારા થતા પાકિસ્તાની હુમલાઓમાં ભારેખમ વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે અમદાવાદ એરપોર્ટની સુરક્ષા અને મુસાફરોની સલામતીમાં વધારો કરવાનો નિર્ણય લેવાયો છે. જેના પગલે અમદાવાર એરપોર્ટ ખાતે સીઆઇએસએફના જવાનોની સંખ્યા 850થી વધારીને 1400 કરાશે. અમદાવાદ એરપોર્ટમાં સીઆઇએસએફના જવાનોની સંખ્યા વધારીને બમણી કરાઇ હોય તેવું પ્રથમ વાર બન્યું છે.

એરપોર્ટ અને રન-વેની આસપાસ રહેઠાણવાળો વિસ્તાર હોવાથી સુરક્ષાને લઇ અનેક ગંભીર પ્રશ્નો ઉપસ્થિત થાય છે. ટમનલ અને રન-વે પર કોઇ શંકાસ્પદ મુવમેન્ટ ઉપર પણ વોચ રાખવા માટે સુરક્ષા વધારવામાં આવી રહી છે. અમદાવાદ એરપોર્ટના બહાર સરદાર પટેલના સ્ટેચ્યુથી લઇ અને અંદર તમામ જગ્યા પર સીઆઈએસએફની ટીમ ૨૪ કલાક હોય છે. સિક્યોરિટી હોલ્ટ એરિયા, એરપોર્ટના પ્રવેશ પર, રન વે પર વોચ પોઇન્ટ, વ્હીકલ ગેટ, કાર્ગો ગેટ અને ટમનલની બહાર સહીત તમામ જગ્યાઓ ઉપર જવાનો 24 કલાક તેમની ડયુટી મુજબ ફરજ બજાવી રહ્યા છે. આગામી દિવસોમાં અમદાવાદ એરપોર્ટ સુરક્ષા માટે વોચ ટાવર ઉભા કરશે.

Latest Stories