કોરોનાની બીજી લહેર દરમિયાન કેસો વધતાં અનેક રોજીંદી ફ્લાઇટ રદ્દ થઈ હતી અને એરપોર્ટ સૂમસામ ભાસી રહ્યા હતા. ત્યારે હવે કોરોનાના સંક્રમણમાં ઘટાડો નોંધાતા અમદાવાદનું એરપોર્ટ પર ફરી મુસાફરોની સંખ્યામાં વધારો થયો છે.
કોરોનાની બીજી લહેર ઓસરતા જ અમદાવાદ એરપોર્ટ પર મુસાફરોનો ભારે ઘસારો જોવા મળ્યો છે. એક બાજુ તહેવારોની સીઝન પણ શરૂ થઇ છે જયારે બીજી બાજુ અમદાવાદ એરપોર્ટ દૈનિક મુસાફરીમાં 50 ટકા જેટલો ભારેખમ વધારો થયો છે. જોકે એરપોર્ટ પર મુસાફરોનો RTPCR ટેસ્ટ ફરજીયાત કરવામાં આવ્યો છે. ડોમસ્ટિક સિવાય આંતરરાષ્ટ્રીય મુસાફરોમાં પણ વધારો થયો છે.
ઉલ્લેખનીય છે કે, કોરોનાની લહેર દરમિયાન એવી સ્થિતિ સર્જાઈ હતી કે મુસાફરોમાં ઘટાડો નોંધાયો હતો અને અનેક ફ્લાઇટ રદ્દ પણ કરવામાં આવતી હતી. જોકે, હવે ઓગસ્ટ માસમાં રજા હોવાના કારણે મુસાફરોમાં ભારે વધારો જોવા મળી રહ્યો છે. મુસાફરોનો આંક 5 લાખની આસપાસ પહોંચે તેવી સંભાવના વર્તાઈ રહી છે. એરપોર્ટ કાઉન્સિલ ઇન્ટરનૅશન દ્વારા સાઉથ એશિયા રીજીયનમાં છેલ્લા ક્વાર્ટરમાં કરાયેલા સર્વે અનુસાર એરપોર્ટ સર્વિસ ક્લોલિટીમાં સાતમાં ક્રમે હતું જે હવે ચોથ ક્રમે પહોંચી ગયું છે. ACI દ્વારા 33 પેરામિટર્સનો અભ્યાસ કર્યા બાદ આ રેટિંગ આપવામાં હોવાનું એરપોર્ટના ઉચ્ચ અધિકરી એ જણાવ્યું હતું.
આ તરફ આંતરરાષ્ટ્રીય મુસાફરોની સંખ્યામા પણ વધારો જોવા મળી રહ્યો છે. બીજી લહેર દરમિયાન પ્રત્યેક ડોમેસ્ટિક ફ્લાઈટમાં માત્ર 75 મુસાફરો જોવા મળતા હતા. જુલાઇ માસ દરમિયાન 3364 ફ્લાઇટ 3 લાખ 32 હજાર જેટલા મુસાફરોની સંખ્યા નોંધાઈ હતી. જયારે આંતરરાષ્ટ્રીય મુસાફરોની વાત કરવામાં આવે તો મેં મહિનામાં 215 ફ્લાઇટમાં 7442 મુસાફરો જૂન માસમાં 212 ફ્લાઇટમાં 9288 મુસાફરો, જુલાઈ માસમાં 260 ફ્લાઇટમાં 12 હજાર જેટલા મુસાફરોએ પ્રવાસ કર્યો હતો. આમ અમદાવાદમાં જુલાઈ માસમાં એરપોર્ટમાં પ્રત્યેક ફ્લાઇટમાં 48 થી વધુ મુસાફરો નોંધાયા છે.