Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ:AMC દ્વારા રજૂ કરવામાં આવ્યું રૂ. 9482 કરોડનું બજેટ, જંત્રીના નવા દરમાં આપવામાં આવી રાહત

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વર્ષ 2023- 24નું રૂ.9482 કરોડનું બજેટ આજે મ્યુનિ. ભાજપના સત્તાધીશોએ સ્ટેન્ડિંગ કમિટીમાં રજૂ કર્યું હતુ

X

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વર્ષ 2023- 24નું રૂ.9482 કરોડનું બજેટ આજે મ્યુનિ. ભાજપના સત્તાધીશોએ સ્ટેન્ડિંગ કમિટીમાં રજૂ કર્યું હતુ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વર્ષ 2023- 24નું રૂ.9482 કરોડનું બજેટ આજે મ્યુનિ. ભાજપના સત્તાધીશોએ સ્ટેન્ડિંગ કમિટીમાં રજૂ કર્યું છે.કમિશનર દ્વારા મુકાયેલા રૂ.8400 કરોડનું ડ્રાફ્ટ બજેટ માં રૂ. 1082 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.કમિશનર દ્વારા સૂચવેલા પ્રોપર્ટી ટેક્સમાં ભાજપના સત્તાધીશોએ આંશિક ઘટાડો કરવામાં આવ્યો છે.જ્યારે શહેરમાં ફેલાતા પ્રદૂષણ રોકવા માટે નવો એન્વાયર્નમેન્ટ ઇમ્પ્રુવમેન્ટ ચાર્જ તરીકે યુઝર ચાર્જ લેવાનું પણ કમિશનરે સૂચન કર્યું હતું, જેમાં આંશિક ઘટાડો કરવામાં આવ્યો છે.ફુગાવાનો દર પ્રાથમિક સુવિધાઓના ખર્ચ વગેરે પહોંચી વળવા કાયમી ધોરણે પ્રોપર્ટી ટેક્સના લેટિંગ રેટમાં પણ 5ની જગ્યાએ હવે 2 ટકાનો વધારો કરવામાં આવ્યો છે.રાજ્ય સરકાર દ્વારા જે નવા જંત્રી દર લાગુ કરવામાં આવ્યા છે એને આગામી ત્રણ વર્ષ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લાગુ નહીં કરવામાં આવે એવો નિર્ણય લેવામાં આવ્યો છે વર્ષ 2023- 24 નું રૂ. 9482 કરોડનું બજેટ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટે રજૂ કર્યું છે.જેમાં કમિશનર દ્વારા વિકાસના કાર્યો પાછળ રૂપિયા 3500 કરોડ ફાળવવામાં આવ્યા હતા.એમાં રૂ.474 કરોડનો વધારો કરી રૂ.3974 કરોડના વિકાસના કામો મૂકવામાં આવ્યાં છે.લોકોની સુવિધાને લઈને નવા અનેક આયોજનો મૂક્યાં છે.

Next Story