અમદાવાદ: કોરોનાની દહેશત વચ્ચે સરકારી હોસ્પિટલોમાં ઓક્સિજન પ્લાન્ટ રિફિલ કરવાનું શરૂ

માંડ શાંત પડેલા કોરોનાના BF 7 વેરિયન્ટના કારણે ચીનમાં હાહાકાર મચ્યો છે જેને લઈને ગુજરાતના માથે પણ કોરોનાની ઉપાધિના ભણકારા વાગી રહ્યા છે.

New Update
અમદાવાદ: કોરોનાની દહેશત વચ્ચે સરકારી હોસ્પિટલોમાં ઓક્સિજન પ્લાન્ટ રિફિલ કરવાનું શરૂ

માંડ શાંત પડેલા કોરોનાના BF 7 વેરિયન્ટના કારણે ચીનમાં હાહાકાર મચ્યો છે જેને લઈને ગુજરાતના માથે પણ કોરોનાની ઉપાધિના ભણકારા વાગી રહ્યા છે. ગુજરાતમાં કોરોનાના કેસો વધતા સરકાર પણ સતર્ક મોડમાં આવી છે ત્યારે કોરોનાની સ્થિતિને લઈ સરકારી હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન રિફિલ કરવામાં આવી રહ્યા છે

રાજ્યના સૌથી મોટા મહાનગર અમદાવાદમાં કોરોનાની લહેર સમયે હજારો કેસ આવતા હતા.એક સમયે અહીં ઓક્સિજનની કમી મહેસૂસ થઈ હતી ત્યારે આ વખતે સરકાર અને આરોગ્ય તંત્રએ અગાઉથી પ્લાન એક્શનમાં મૂક્યો છે.શહેરની તમામ હોસ્પિટલોમાં ઓક્સિજન પ્લાન રિફિલ કરવામાં આવી રહ્યા છે.શહેરની સરકારી હોસ્પિટલમાં જે ઓક્સિજન પ્લાન્ટ છે ત્યાં ટેકિનકલ એક્સપર્ટ દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને જે પાઇપ લાઇન વડે ઓક્સીજન પહોંચે છે તેનો ડેમો પણ લેવામાં આવ્યો હતો. કુલ 11 ટન ઓક્સિજન રિઝર્વ કરી દેવામાં આવ્યો છે અને જે ઓક્સિજન ટેન્ક છે તેમ આ લિક્વિડ ઓક્સિજન ટેન્ક રો ઠલવાઈ રહ્યા છે.કોરોનાના કેસ જો અચાનક વધે તો તેઓને ઓક્સિજન પૂરો મળી રહે તે માટે આગોતરું આયોજન કરવામાં આવ્યું છે

Latest Stories