Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ: આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત યોજાશે અમૃતગમય ઉત્સવ,દેશ વિદેશના 100 કલાકારો જોડાશે

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આયોજન, દેશના ત્રણ શહેરોમાં યોજાશે અમૃતગમય ઉત્સવ, અમદાવાદમાં પણ અમૃતગમય ઉત્સવનું આયોજન

X

દેશ તેની આઝાદીના 75 વર્ષ પૂર્ણ કરી રહ્યો છે અને દેશભરમાં આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે ભારત સરકારના સાંસ્કૃતિક મંત્રાલયના સહયોગથી અમૃત ગમય મહોત્સવ દેશના ત્રણ સીટીમાં કરવામાં આવશે જેમાં અમદાવાદ,દેહરાદૂન અને બેંગ્લોર ખાતે આ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાવા જય રહયો છે. દેશની પ્રખ્યાત સંસ્થા કલાક્ષેત્ર દ્વારા આ અમૃતગમય ઉત્સવ ઉજવવામાં આવશે.અમદાવાદમાં કેરેલાના ડ્રમરથી શરૂઆત કરવામાં આવશે તો જગ વિખ્યાત સિતારવાદક સુજાત ખાન અને પ્રખ્યાત વાયોલિન વાદક આર કુમરેજનો સંગમ જોવા મળશે તો ઇજિપ્તનું પ્રખ્યાત કનુર પણ અહીં વગાડવામાં આવશે તેના માટે ખાસ હામાદા ફરગલી આવ્યા છે.

સંગીતને કોઈ સીમા નથી હોતી વિશ્વ એક પરિવાર છે અને તે ભાવનાથી આ ઉત્સવ ઉજવાશે તો ઇજિપ્તનો પ્રખ્યાત ડાન્સ તનુરા પણ પ્રસુતિ કરવામાં આવશે।આ ઉત્સવમાં રાજ્યના પ્રખ્યાત હેમંત ચૌહાણ પણ મંચ ઉપર નજર આવશે.આ ઉત્સવમાં વિદેશથી અંદાજિત 100 થી વધુ કલાકારો અલગ અલગ મંચ પર પર્ફોમન્સ કરશે

Next Story