અમદાવાદ: OLX પર ફ્રોડ કરતા રાજસ્થાનના એક આરોપીની પોલીસે કરી ધરપકડ,જુઓ કેવી રીતે કરતો હતો છેતરપિંડી

અમદાવાદ સાઇબર ક્રાઇમે OLX પર ફ્રોડ કરતા રાજસ્થાનના એક આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

New Update
અમદાવાદ: OLX પર ફ્રોડ કરતા રાજસ્થાનના એક આરોપીની પોલીસે કરી ધરપકડ,જુઓ કેવી રીતે કરતો હતો છેતરપિંડી

અમદાવાદ સાઇબર ક્રાઇમે OLX પર ફ્રોડ કરતા રાજસ્થાનના એક આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાંચની ગીરફતમાં રહેલા આરોપી જબ્બાર ખાન રેહમુદીન મેઉની OLX પર ફ્રોડ કેસમાં રાજસ્થાનના ભરતપુર જિલ્લામાંથી ધરપકડ કરવામાં આવી છે.આરોપીએ અમદાવાદના એક વેપારીને OLX પર ક્યુઆર કોર્ડ સ્કેન કરવાના નામે રૂ. 3.19 લાખની છેતરપિંડી કરી હતી.ધટના એવી છે કે અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં રહેતા એક વેપારીએ જુના સોફાસેટ OLX પર વેચવા માટે મૂક્યા.આ દરમિયાન આરોપીએ સોફા સેફ ખરીદવાની ઈચ્છા વ્યક્ત કરી કોલ કર્યો હતો અને પૈસાની ચૂકવણી માટે ક્યુઆર કોર્ડ મોકલ્યો હતો.વેપારી ક્યુઆર કોર્ડ સ્કેન કરતા 24,500 રૂપિયા કપાઈ ગયા હતા જેથી ફરી આરોપીનો સંપર્ક કરતા આરોપીએ બારકોર્ડ સ્ક્રેનર મોકલ્યું હતું જે વેપારીએ સ્કેન કરતા રૂ.3.19 લાખ રૂપિયા બેંકમાં ટ્રાન્સફર કરી દીધા હતા ત્યાર બાદ આરોપીએ ફોન સ્વીચ ઓફ કરી દેતા વેપારીએ સાયબર ક્રાઇમમાં ફરિયાદ દાખલ કરી હતી જેમાં સાયબર ક્રાઇમે ટેક્નિકલ એનાલિસિસના આધારે આરોપીની ધરપકડ કરી હતી.ઝડપાયેલ આરોપી માત્ર 12 પાસ છે પરંતુ તેણે આ પ્રકારની અનેક છેતરપિંડી આચરી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે

Latest Stories